સ્ટ્રોક આવતા પહેલા મહિલાઓના શરીરમાં દેખાય છે આ લક્ષણો
મહિલાઓ બધી જ નાની મોટી વસ્તુઓનું ધ્યાન રાખે છે. પરંતુ તેઓ પોતાના સ્વાસ્થ્યનું ધ્યાન ઓછું રાખે છે. તેના ઘણા કારણો હોઈ શકે છે. કેટલીક વાર મહિલાઓ ઓફિસ, ઘર અને બાળકોમાં એટલી વ્યસ્ત થઈ જાય છે કે શરીરમાં થવા વાળા બદલાવ અને બીમારીના લક્ષણોને પૂરી રીતે નજર અંદાજ કરે છે. જેના કારણે આગળ જઈ સમસ્યા વધી જાય છે. બ્રેન સ્ટ્રોકને સ્ટોક કે સેરેબ્રોવાસ્કુલર પણ કહેવામાં આવે છે.
કોઈ પણ વ્યક્તિને સ્ટોક ત્યારે પડે છે જ્યારે શરીરના કોઈ અંગમાં સરખી રીતે લોહીના પહોંચ્યું હોય અથવા ઓક્સિજનની કમી થવા લાગે છે. સ્ટ્રોક પુરુષ હોય કે સ્ત્રી કોઈને પણ અચાનક આવે છે. પરંતું જણાવીએ કે પુરુષોના મુકાબલે મહિલાઓ સ્ટ્રોક પડવાના લક્ષણો અલગ હોય છે. મહિલાઓને સ્ટ્રોક પડવાથી શરીરમાં ઘણા રીતના લક્ષણો જોવા મળે છે.
મહિલાઓને અચાનક હાથ-પગમાં કમજોરી અથવા નિષ્ક્રિયતા આવે છે. તો આ સ્ટ્રોકના લક્ષણો હોઈ શકે છે. તેને હલ્કામાં ન લો કારણ કે તે ભવિષ્યમાં ગંભીર રૂપ ધારણ કરી શકે છે. ઘણી વખત હાથ ઉંચો કરવામાં તકલીફ પડે છે. ઘણી વખત આ સમસ્યા ચહેરાની આસપાસ શરૂ થાય છે.
સ્ટ્રોક આવતા પહેલા મહિલાઓને વાત કરવામાં અને સમજવામાં તકલીફ પડે છે. આ લક્ષણ સામાન્ય છે ઘણી વાર સ્ત્રીઓ તેને મામૂલી માને છે અને તેને ઈગ્નોર કરે છે. પણ જો તમને આ સમસ્યા થવા લાગે તો તમારે તરત ડોક્ટર સાથે વાત કરવી જોઈએ.
જો કોઈ સ્ત્રીને જોરદાર માથાનો દુખાવો થઈ રહ્યો હોય તો સ્ટ્રોકનું લક્ષણ હોઈ શકે છે. જ્યારે માથાનો દૂખાવો ગંભીર બને છે.ત્યારે તેને સહન કરવો ખૂબ મુશ્કેલ બની જાય છે. ચક્કર આવવા એ બ્રેઈન સ્ટ્રોકના શરુઆતી લક્ષણ પણ હોય શકે છે. જેના કારણે ઘણી મુશ્કેલીઓ વધવા લાગે છે.