ફેટી લિવર થાય છે ત્યારે આ લક્ષણો જોવા મળે છે, ગુપ્ત રીતે હેલ્થ બગાડે છે…આ રીતે કંટ્રોલ કરો
આજકાલની ભાગદોડ વાળી અનહેલ્દી લાઈફસ્ટાઈલના કરાણે લિવર પર ખરાબ અસર પડે છે. તેના કરાણે ફેટી લિવરની ગંભીર બીમારી થાય છે.
આજકાલ ફેટી લિવરની બીમારી ઝડપથી વધી રહી છે. આ બીમારી ઘણીવાર દારૂ પીવાથી થાય છે પણ આજકાલ નોન-આલ્કોહોલિક ફેટી લીવર પણ થાય છે. જેની હેલ્થ પર ખરાબ અસર પડે છે.
ફેટી લિવરના શરૂઆતના લક્ષણો શરીર પર દેખાય છે. પેટની જમણી બાજુએ થોડો દુખાવો શરૂ થાય છે. આ બીમારીને અવગણી શકાય નહીં.
ફેટી લીવરના ઘણા કારણો હોઈ શકે છે. લીવર ફાઈબ્રોસિસ, સિરોસિસ જેના કારણે લીવર કેન્સરનું જોખમ વધે છે.
જો તમારે ફેટી લિવરથી બચવું હોય તો તમારી લાઈફસ્ટાઈલને સરખી રીતે જાળવવી ખૂબ જ જરૂરી છે. તેના કારણે વ્યક્તિએ બેલેન્સ ડાયટનું પાલન કરવું જોઈએ, એક્સરસાઈઝ કરવી જોઈએ, વજન ઘટાડવું જોઈએ અને દારૂ પીવાનું ટાળવું જોઈએ.
ફેટી લીવરના લક્ષણો શરીરમાં દેખાય, તો સૌથી પહેલા ડૉક્ટરની સલાહ લેવી જોઈએ, નહીં તો તે ગંભીર બીમારીમાં ફેરવાઈ શકે છે.