- ગરમીમાં બપોરે દહીંનુ કરો સેવન
- કાકડીનો રસ ગરમીમાં આપે છે રાહત
હાલ ગરમીની સિઝન ચાલી રહી છે, વધુ પડતી ગરમીમાં આપણે આપણા શરીરને પાણીની કમનીથી બચતાવું પડે છે, જો શરીરમાં પાણીની કમી સર્જાય તો ચક્કર આવવા,શરીર લૂસ થવું જેવી ફરીયાદ કરહે છે જેથી ખોરાકમાં એવો ખોરાક ખાવો જોઈએ જે આખો દિવસ દરમિયાન તમને હેલ્ધી રાખવામાં મદદરુપ બને
ગરમીના કારણે અનેક લોકો ખાવા-પીવામાંથી મન ગુમાવવા લાગ્યા છે. આવી સ્થિતિમાં, ખાલી પેટે, તમને હીટ સ્ટ્રોક થવાનું જોખમ વધી જાય છે. તેથી, ગરમીના પ્રકોપ વચ્ચે, તમારે આ વસ્તુઓનું સેવન કરવું જોઈએ.
મકાઈઃ- ગરમીની સિઝનમાં મકાી ખાવી બેસ્ટ ઓપ્શન છે. મકાઈમાં વિટામિન સી, મેગ્નેશિયમ, ફાઈબર વગેરે જેવા ઘણા પૌષ્ટિક તત્વો હોય છે. મકાઈ ખાવાથી તમારું પાચનતંત્ર ખૂબ સારું બને છે.અને તમને ભૂખ પણ લાગે છે જેથી ખાવામાં રુચી આવે છે અને દિવસ દરમિયાન તમને પુરતો ખારોક લઈ શકો છો.
કાકડીઃ- કાકડી એ ઉનાળામાં બેસ્ટ ઓપ્શન છે.. તેમાં પાણીની ઉચ્ચ સામગ્રી તમને વધુ હાઇડ્રેટેડ રહેવામાં મદદ કરે છે. ઉનાળામાં આવતી ઘણી સમસ્યાઓ કાકડી ખાવાથી દૂર થઈ જાય છે.આ સાથે જ તે શરીરને ઠંડક આપે છે,કાકડીના રસની પેટની બળતરા પણ દૂર થાય છે.
ફણસઃ- ફણસ કે જેને જેકફ્રૂટ પણ કહેવામાં આવે છે તજે ઉનાળાની ઋતુમાં તમારું બ્લડ પ્રેશર ઘટાડવામાં અસરકારક સાબિત થશે. સારી પાચનક્રિયા માટે જેકફ્રૂટ પણ સારો વિકલ્પ બની શકે છે.
નારિયેળ પાણીઃ- ઉનાળામાં શરીરને સ્વસ્થ રાખવા માટે નારિયેળ પાણી શ્રેષ્ઠ વિકલ્પ છે. તેમાં તમામ જરૂરી વિટામિન્સ, મિનરલ્સ અને અન્ય પોષક તત્વો હોય છે. તે પેટને ઠંડક આપે છેઅને તેમાં રહેલા પોષક તત્વો ગરમ હવામાન સામે લડવામાં મદદ કરે છે.
ડુંગળીઃ-ડુંગળીમાં ઠંડકનો ગુણ હોય છે. તમે તેમાં લીંબુ-મીઠું ઉમેરીને સલાડ બનાવીને ખાઈ શકો છો. લાલ ડુંગળીમાં ક્વેર્સેટિન હોય છે, જે કુદરતી એન્ટિ એલર્જન માનવામાંઆવે છે. દરરોજ ડુંગળી ખાવાથી સન સ્ટ્રોકથી બચવામાં પણ મદદ મળે છે.
તરબૂચઃ- ઉનાળામાં શરીરમાં પાણીની મહત્તમ માત્રા લેવી ખૂબ જ જરૂરી છે. આવી સ્થિતિમાં તરબૂચ તમારા શરીરને હાઇડ્રેટ રાખશે. તરબૂચમાં સોડિયમ, પોટેશિયમ અને વિટામિન બી હોય છે.
દહીંઃ- ઉનાળાની ઋતુમાં ખાસ કરીને ગરમીમાં દહીં તમારા શરીર માટે ખૂબ જ ફાયદાકારક છે. તેમાં વધુ પ્રોટીન હોય છે અને તે વજન ઘટાડવા માટે પણ અસરકારક સાબિત થશે.
ગરમીમાં દહીં,કાકડી,સહીત આ વસ્તુઓ તમારા સ્વાસ્થ્યને કરે છે ફાયદો