જાણો કોલ્ડ થેરાપી શુ છે,અને તે ક્યારે લેવામાં આવે છે અને તેનાથી શું ફાયદા થાય છે
- કોલ્ડ થેરાપી કઈક વાગ્યું હોય અને સોજો આવે ત્યારે લેવાય છે
- આનાથી સોજો ઉતારવામાં રાહત થાય છે
સામાન્ય રીચે આપણાને કંઈક વાગે અથવા તો કઈક થાય તો આપણે ફ્રીજમાંથી બરફ કાઢીએ છીએ અને મૂઢ માર વાગ્યો હોય તેના પર મસાજ કરીએ છે કારણ કે આમ કરવાથી સોજો ઉતરે છે,જેને આપણે કોલ્ડ થેરાપી કહી શકીએ છીએ. કોલ્ડ કોમ્પ્રેસ અથવા કોલ્ડ થેરાપીને ક્રાયોથેરાપી તરીકે પણ ઓળખવામાં આવે છે. આ સારવાર ઇજાગ્રસ્ત વિસ્તારમાં લોહીનો પ્રવાહ ઘટાડીને સોજો અને દુખાવો દૂર કરી શકે છે.
ક્યારે લેવામાં આવે છે આ થેપારી
ઈજાના 48 કલાકની અંદર કોલ્ડ કોમ્પ્રેસ અથવા કોલ્ડ થેરાપી અપનાવવી જોઈએ. બરફ સીધો ત્વચા પર ક્યારેય ન લગાવવો જોઈએ. જ્યા ઈજા હોય ત્યા કોલ્ડ થેરાપીનો ઉપયોગ કરવાની ઘણી અલગ અલગ રીતો છે. જેમકે કોટનના કપડામાં બરફ લીપેટીને, આઈસ પેક દ્રારા બરફનું સ્નાન વગેરે.
કોલ્ડ કોમ્પ્રેસ અથવા કૂલિંગ પેડ સોજોવાળી જગ્યા પર 10 થી 15 મિનિટ માટે, દર 4 થી 6 કલાકે લાગુ પાડવો જોઈએ,
તમે સતત 3 દિવસ સુધી આ ઉપચારને અનુસરીને દુખાવો દૂર કરી શકો છો.
બરફને ટુવાલમાં લપેટીને પીડાદાયક જગ્યા પર મૂકો. આઈસ પેકનો ઉપયોગ કરીને, દિવસમાં બેથી પાંચ વખત, વધુમાં વધુ 5 મિનિટ સુધી ગોળાકાર ગતિમાં પીડાદાયક જગ્યાએ મસાજ કરો.
આ સહીત પ્લાસ્ટિકની થેલીને સ્થિર બરફથી ભરીને, પછી તેને સૂકા કપડામાં લપેટીને કોલ્ડ કોમ્પ્રેસ બનાવી શકાય છે.
બરફ સ્નાન અથવા ઠંડા સ્નાન માટે, તમે 5 થી 15 મિનિટ માટે 10 થી 15 ડિગ્રી સેલ્સિયસ ઠંડા પાણીમાં સ્નાન કરી શકો છો.