ઘરમાં ભગવાનનું મંદિર હોય ત્યાં કેટલીક વસ્તુઓ એવી પણ જોવા મળતી હોય છે જેના વિશે ઘરમાં રહેતા નાના બાળકોને તો જાણ હોતી નથી પણ સાથે સાથે ભૂલથી માતા-પિતાને પણ જાણ હોતી નથી. માતા પિતા દ્વારા ઘરના મંદિરમાં એવી વસ્તુઓને મુકવામાં આવે છે જેને પૂજારીઓ અશુભ માને છે. જો કે આ માતા-પિતા દ્વારા આ વસ્તુઓને ભોળા ભાવથી ભગવાનને અર્પણ કરવાના ભાવથી મુકવામાં આવતી હોય છે અને તેમને ઉદેશ્ય કોઈ ખોટો હોતો નથી.
પૂજારીઓના મંતવ્ય અનુસાર મંદિરમાં ભગવાનની કોઈ મૂર્તિ કે ચિત્ર તૂટી ગયું હોય તો તેને ન રાખવું. આવી મૂર્તિ ખંડિત ગણાય છે. તૂટેલી મૂર્તિ ઘરમાં રાખવી અશુભ માનવામાં આવે છે. તેનાથી વાસ્તુ દોષો ઉત્પન્ન થાય છે. જો મંદિરમાં આવી કોઈ તસવીર હોય તો આજે જ તેને દૂર કરો.
ઘરના મંદિરમાં કોઈ પણ ભગવાનની એકથી વધુ મૂર્તિ ન રાખવી. જો તે રાખી હોય તો પણ ધ્યાનમાં રાખો કે તેમની સંખ્યા 3, 5, 7 ન હોવી જોઈએ. લોકો મોટાભાગે ઘરના મંદિરમાં શિવલિંગ રાખે છે, પરંતુ શિવલિંગના પણ કેટલાક નિયમો છે. શિવપુરાણમાં કહેવાયું છે કે ઘરમાં એકથી વધુ શિવલિંગ ન રાખવા જોઈએ. શિવલિંગમાંથી હંમેશા ઊર્જાનો સંચાર થતો હોવાથી શિવલિંગ હંમેશા ખુલ્લી જગ્યાએ રાખવું જોઈએ. તેનું કદ અંગૂઠાના કદ કરતા ક્યારેય મોટું ન હોવું જોઈએ.
ઘરના મંદિરમાં હંમેશા એવી તસવીર રાખો જેમાં ભગવાન હસતા જોવા મળે. જ્યારે હસતું ચિત્ર શુભ માનવામાં આવે છે. તેનાથી ઘરમાં સકારાત્મકતા આવે છે.
ઉલ્લેખનીય છે કે આ તમામ માહિતી માન્યતાઓને આધારે તૈયાર કરવામાં આવી છે અને તેની કોઈ પુષ્ટિ કે દાવો કરવામાં આવતો નથી.