શરીરમાં વિટામિન ‘એ’ની કમીને પૂરી કરશે આ વસ્તુઓ, આ રીતે કરો તેનું સેવન
વિટામિન એ શરીર માટે ખૂબ જ જરૂરી છે. તેની કમીથી અનેક બીમારીઓ થાય છે. શરીરમાં વિટામિન Aની કમીને દૂર કરવા માટે કેટલીક વસ્તુઓનું સેવન કરી શકો છો. વિટામિન A આપણી સ્કિન, આંખો અને હેલ્થ માટે ખૂબ જ જરૂરી માનવામાં આવે છે. શરીરમાં વિટામિન A ઓછું થાય છે, તો તે આંધળા થવાનું જોખમ વધારે છે અને ગર્ભવતી મહિલાઓમાં જન્મજાત દોષનું કારણ બની શકે છે.
• આ વસ્તુઓનું સેવન કરો
વિટામીન A ની કમી થવા પર આ વસ્તુઓનું સેવન કરી શકો છો, જેમ કે લીલા પાંદડાવાળા શાકભાજી, પાલક, સરસવ, મેથી, ધાણા, ફુદીનો વગેરે ખાવાથી વિટામિન A મળે છે. શાકભાજીને તમારા રોજના ડાઈટમાં ઉમેરીને તમે વિટામિન Aની કમીને દૂર કરી શકો છો. તેના સિવાય ગાજરને વિટામિન A નો ઉત્તમ સ્ત્રોત માનવામાં આવે છે. તેનું સેવન જ્યુસ, હલવો કે સલાડના રૂપમાં કરી શકો છો. વિટામિન A ની કમીને પૂરી કરવા માટે શક્કરિયા પણ ખૂબ અસરકારક માનવામાં આવે છે.
• ઇંડામાં વિટામિન એ
ઈંડામાં વિટામિન એ અને પ્રોટીન સારી માત્રામાં હોય છે. અઠવાડિયામાં રોજ 3 થી 4 ઈંડા ખાઈ શકો છો. આ સિવાય માછલીને વિટામિન Aની પૂર્તિ કરવા માટે ખૂબ ફાયદાકારક માનવામાં આવે છે. અઠવાડિયામાં ઓછામાં ઓછા 2 થી 3 વખત માછલી ખાવી જોઈએ. આ બધી વસ્તુઓનું સેવન કરીને વિટામિન Aની કમીને દૂર કરી શકો છો. પણ ધ્યાન રાખો કે વિટામિન A નું વધુ પડતું સેવન નુકસાનકારક હોઈ શકે છે. આ વસ્તુઓનું સેવન સંતુલિત માત્રામાં કરો.