Site icon Revoi.in

ચહેરાની તમામ પ્રકારની ત્વચા માટે બેસ્ટ છે આ ત્રણ ફેસપેક

Social Share

ચહેરાની સુંદરતા આજના સમયમાં એટલી મહત્વની બની ગઈ છે લોકો માટે કે તેના માટે લોકો ધરખમ રકમનો ખર્ચ કરે છે. લોકોમાં ચહેરાની સુંદરતાને લઈને અલગ જ ગ્રંથી ચાલતી હોય છે, પણ કેટલાક લોકો એવા હોય છે જે મોટો ખર્ચ કરી શકતા નથી. તો હવે તેમના માટે પણ એક ઉપાય છે જેનો ઉપયોગ તે લોકો કરી શકે છે.

પહેલું છે બેસન પેક કે જે આયુર્વેદની દ્રષ્ટિએ ખૂબ જ લાભકારી અને પોષક તત્વોથી ભરપૂર છે. બેસનનો ઉપયોગ સ્કિન કેર માટે પણ કરવામાં આવે છે અને તેનાથી સ્કિનમાં મેલાનિનનું પ્રોડક્શન ઓછું થાય છે. જેનાથી રંગ સાફ થાય છે. આ પેક બનાવવા 1 ચમચી બેસનમાં 1 ટુકડો મેશ કરેલું પપૈયું એડ કરીને લગાવો અને સૂકાય ગયા બાદ ધોઈ લો.

એલોવેરા કે જેને લોકો સામાન્ય ભાષામાં કુંવરપાઠું પણ કહેતા હોય છે. તેના ઉપયોગથી પણ લોકો ચહેરાની ત્વચાને ચમકાવતા હોય છે. આયુર્વેદમાં એલોવેરા જેલથી ઘણી ઔષધિયો પણ બનાવવામાં આવે છે. સ્કિન અને વાળ માટે એલોવેરા જેલ વરદાન સમાન છે. પિંપલ્સ, કાળાશ, કરચલીઓ દૂર કરવા માટે તે ખૂબ જ અક્સિર છે. એલોવેરાનો ઉપયોગ રોજ રાતે સૂતા પહેલાં એલોવેરા જેલમાં 1 ટીપું બદામ ઓઈલ મિક્સ કરી ફેસ પર લગાવી હળવા હાથે મસાજ કરી લો. પછી સવારે ફેસ વોશ કરી લો. થોડાં જ દિવસમાં તમને અસર દેખાશે.

દૂધ તો એક એવી વસ્તુ છે કે જેનો ઉપયોગ અનેક રીતે થાય છે. દૂધને પીવાથી પણ શરીરને ફાયદો છે અને આયુર્વેદમાં કેસરના અઢળક ગુણો બતાવ્યા છે. તો સ્કિન માટે પણ તે ખૂબ જ અક્સિર છે. તેના માટે 2 ચમચી દૂધમાં કેસરના 3-4 તાંતળા નાખી મિક્સ કરીને ચહેરા પર 15 મિનિટ લગાવો. પછી ફેસ વોશ કરી લો. આ ઉપાય ચહેરાની સ્કિનને ટાઈટ રાખશે.