ભૂસ્ખલન થવું એ એક એવી આફત છે કે જેમાં કેટલું નુક્સાન થશે અને કેટલી જાનહાની થશે તેના વિશે અંદાજ લગાવી જ શકાય, હવે તો ટેક્નોલોજીનો સમય છે જેમાં જાણ થઈ શકે છે કે ભૂકંપ ક્યારે આવશે, ત્સુનામી ક્યારે આવશે, પણ ભૂસ્ખલન ક્યારે થશે તેના વિશે જાણ લગાવવી તે હજુ પણ થોડુ કઠિન છે. આવામાં એવી જાણકારી સામે આવી રહી છે જે લોકોની ચિંતા વધારી શકે છે.
જિયોલોજિકલ સર્વે ઓફ ઈન્ડિયા (GSI) દ્વારા દેશભરમાં હાથ ધરવામાં આવેલા નેશનલ લેન્ડસ્લાઈડ સંવેદનશીલતા મેપિંગના ડેટામાંથી બહાર આવ્યું છે કે મધ્ય હિમાલયના રાજ્યો અરુણાચલ પ્રદેશ, હિમાચલ પ્રદેશ અને ઉત્તરાખંડ ભૂસ્ખલન માટે અત્યંત સંવેદનશીલ છે.
જિયોલોજિકલ સર્વે ઓફ ઈન્ડિયાના સર્વે મુજબ કુલ 53483 ચોરસ કિલોમીટર વિસ્તાર ધરાવતા આ રાજ્યોમાંથી 39000 ચોરસ કિલોમીટર વિસ્તાર ભૂસ્ખલન માટે સંવેદનશીલ વિસ્તાર તરીકે આકવામાં આવ્યો છે. ડેટા અનુસાર વર્ષ 2021-22 સુધી આ વિસ્તારમાં 14780 સ્થળોએ ભૂસ્ખલન થયું છે જેમાં અરુણાચલ પ્રદેશ પ્રથમ અને હિમાચલ બીજા સ્થાને છે જ્યારે ઉત્તરાખંડ દેશમાં ત્રીજા સ્થાને છે. GSIના ડેપ્યુટી ડાયરેક્ટર જનરલ ડો.હરીશ બહુગુણાએ છઠ્ઠી વર્લ્ડ ડિઝાસ્ટર મેનેજમેન્ટ કોન્ફરન્સમાં ભૂસ્ખલનની પરિસ્થિતિ અંગે આપેલા પ્રેઝન્ટેશનમાં ઉપરોક્ત બાબતોનો ઉલ્લેખ કર્યો હતો. એવું કહેવામાં આવ્યું હતું કે GSIએ ભૂસ્ખલનની ઉચ્ચ, મધ્યમ અને નીચી સંવેદનશીલતા અનુસાર તાલુકા કક્ષાના વિસ્તારોનું વર્ગીકરણ કર્યું છે.