દિલ્હીઃ એક સમય હતો જ્યારે ફેશનના મામલે યુવતીઓ વધારે ક્રેઝી મનાતી હતી. જો કે, ફેશન ગેમમાં મહિલાઓની સાથે હવે પુરુષો પણ ઘણા આગળ નીકળી ગયા છે. ફેશન મામલે હવે પુરુષો પણ પાછળ નથી. જો કે, પુરુષો હજુ પણ મહિલાઓની જેમ સ્ટાઈલને લઈને વધારે જાગૃત નથી. પુરુષોનું ધ્યાન માત્ર કપડાની બ્રાન્ડ ઉપર જ હોય છે. આ ઉપરાંત સ્ટાઈલિંગની વધારે ચિંતા નથી કરતા, આવામાં હંમેશા તેઓ નાની-નાની ભૂલ કરી બેસે છે જેથી તેમના કપડા અને પર્સાનાલિટી છુપાઈ જાય છે. જેથી પુરુષોએ ફેશનને લઈને વધારે જાગૃત રહેવુ જરૂરી છે.
- શર્ટની ફિટિંગ
કેટલાક લોકો ખુલ્લા શર્ટ પહેરવાનું પસંદ કરે છે. પરંતુ શર્ટનું લુક તેના ફિટીંગ ઉપર નિર્ભર છે. એટલે જ્યારે પણ શર્ટની ખરીદી કરો ત્યારે તેને ટ્રાઈ કરતી વખતે વધારે ફીટ ના હોય અને પહેરીને બેસીએ તો તે ઉપર ચડી તેનું ધ્યાન રાખવું જોઈએ. તેમજ શર્ટને વધારે ખુલ્લો પણ ન પહેરવો જોઈએ.
- જેકેટ આવી રીતે પહેરવું
જો આપ લૂકને વધારે આસર્ષક બનાવવા માંગતા હોય તો જેકેટ પહેરવાનું પસંદ કરવું જોઈએ. જેકેટના ટોપ અને મિડલ બટનને બંધ રાખવું જોઈએ અને લોએર બટનને ક્યારેય બંધ ન કરવું જોઈએ.
- શર્ટની બાયને આમ કરો ફોલ્ટ
સામાન્ય રીતે જ્યારે આપ થાકેલા હોવ ત્યારે શર્ટની બાયને ફોલ્ટ કરતા હોવ છે. આવા સમયે આપણે એ વાતનું ધ્યાન નથી રાખતા કે કેવુ દેખાશે. જલ્દીથી જેવુ ફોલ્ટ થાય તેવુ કરી દઈએ છીએ. આ પદ્ધતિ બિલકુલ ખોટી છે. જ્યારે બાંયને ફોલ્ટ કરો તો કફ શેપમાં જ ફોલ્ટ કરવી જોઈએ.
- શૂટ ખરીદતી વખતે રાખો ધ્યાન
એક્સપટર્સની માનીએ તો તૈયાર સૂટની સરખામણીએ સિવડાવેલો સૂટ વધારે સારો હયો છે. જેથી સિવડાવેલો શૂટ જ પહેરવો જોઈએ. જેથી શૂટની ફિટીંગ આપની બોડી પ્રમાણે હશે. તેમજ જ્યારે પણ બેસો ત્યારે શૂટના તમામ બટન ખોલી નાખવા જોઈએ.
- શૂઝ
આપની પર્સનાલિટી આપના શૂઝ પરથી નક્કી કરવામાં આવે છે. જેથી હંમેશા સારી બ્રાન્ડના ફોર્મલ શૂઝ જ પહેરવા જોઈએ.
- બેલ્ટ
સામાન્ય રીતે એવું જોવા મળે છે બેલ્ટ વધારે લાં7બી હોય છે. જેને આપણે ફોલ્ટ કરી લઈએ છીએ જેથી આપની પર્સનાલિટી બગડે છે. જેથી બેલ્ટ હંમેશા ટ્રાઈ કરીને યોગ્ય પસંદગી કરવી જોઈએ.
(Photo-Social Media)