Site icon Revoi.in

ગણેશ સ્થાપના કરતા વખતે ગણેશજીના પંડાલને સજાવવા માટે જોઈલો આ ટિપ્સ

Social Share

શ્રાવણ માસમાં અનેક તહેવારો આવીને ગયા હવે શ્રાવણ પુરો થતાની સાથે જ ગણેશ ચતુર્થીનો પ્રવ આવી રહ્યો છે ઘણા લોકો પોતાના ઘરે ગણેશજીની સ્થાપના કરતા હોય છે,ઘરમાં જ્યારે ઘરેલગણેશજી બેસાડીયે ત્યારે તેમના નાના પંડાલની શોભા વધારવા આપણે અવનવા પ્રયોગ કરતા હોય છે,તેને સજાવવા માટેની આજે આપણે ક્ટલીક ખાસ ટિપ્સ જોઈશું.

થર્મોકોલની મદદથી ડેકોરેશન

ગણપતિના દરબારને સજાવવા માટે, તમે થર્મોકોલની સીટ લો અને પછી તેને કાપો, આ માટે એલગ એલગ શેપમાં સીટ કારપી શકો છો.જેમ કે તમે થર્મોકોલને ફૂલ અને કેટલાક પાંદડાની ડિઝાઇનમાં કાપી શકો છો. પછી તેને સફેદ રંગ કરો. જ્યારે રંગ થઈ જાય તેને સૂકવવા માટે ઓછામાં ઓછા 1 થી 2 કલાક આપો.હવે થોડા ગુલાબ, ગલગોટાનો ઉફલ અને સફેદ રંગના ફૂલ લો, તેના પાંદડા કાતરથી કાપી લો. હવે આ તમામમે થર્મોકલની સીટ પર ગોઠવોહવે જ્યા ખાલી જગ્યા પડી હોય ત્યા સુકો રંગ છાટી દો, રંગાળીનો રંગ હોય તે તમારા આ ખાલી જગ્યાઓમાં ભરો.

જો તમે ગણેશ ચતુર્થીના દિવસે ઘરના મંદિરમાં ગણપતિજીની સ્થાપના કરી રહ્યા છો, તો તમે મંદિરને ચારે બાજુ ઇલેક્ટ્રિક લાઇટ અને દીવાઓથી સજાવી શકો છો. સમગ્ર મંદિર રોશનીથી ઝળહળી ઉઠશે.

ગણશજીના દરબારમાં ડીઝાઈન વાળા પરદા બનાવો તેના માટે તમે નેટ નું કાપડ લો અને તેની કોર પર સરસ મજાની લેસ લગાવો

ગણેશનીજી પાછળની વોલને રંગોથી સજાવો, જે રંગની મૂર્તિ હોય તેના વિરુદ્ધનો રંગ લેવો જેથી ઉઠાવ આવશે.

જે થર્મોકોલની સીટ તૈયાર કરી છે તેના પર ગણેશજીને બેસાડો, એટલે વચ્ચમાં ગણેશજી અને આજુ બાજૂ ફૂલો હશે જેનાથઈ અલગ લૂક આવશે.

આ સાથે જ તમે તમે ગણપતિને કાગળના ફૂલો, પંખા અને સ્કર્ટથી પણ સજાવી શકો છો. 10-દિવસીય ગણપતિ ઉત્સવમાં રંગબેરંગી કાગળની સજાવટ ઝાંખા નહીં પડે. તમે કાગળમાંથી છત્રી, પતંગિયા અને વોલ હેંગિંગ્સની ડિઝાઈન બનાવીને સજાવટ પણ કરી શકો છો.

બાળકોના જન્મદિવસ અથવા કોઈપણ પાર્ટીના પ્રસંગે ફુગ્ગાને ઘણીવાર શણગારવામાં આવે છે. તે ખૂબ જ સુંદર લાગે છે. ગણપતિ ઉત્સવમાં તમે ઘરના મંદિરને ફુગ્ગાથી સજાવી શકો છો. તમે દિવાલોને રંગબેરંગી ફુગ્ગાઓથી સજાવી શકો છો