ફ્યૂલ સેવ કરવાના કામ આવશે આ ટિપ્સ, પૈસા બચાવવા માટે ડ્રાઈવરને હોવી જોઈએ આ જાણકારી..
નવી કાર ખરીદતા સમયે લોકોને સેફ્ટી ફીચર્સના સાથે અનેક સુવિધાઓની જાણકારી મળે છે. પણ ઘણીવાર એવું જોવા મળ્યું છે કે લોકો કાર ચલાવતી વખતે નાની મોટી લાપરવાહી કરે છે. લોકોની નાની ભૂલને કારણે કારનું ફ્યુલ જલ્દી ખતમ થઈ જાય છે.
• એન્જિનને વધારે સમય સુધી ઓન ના રાખો
કાર ચલાવવા વાળા ઘણા લોકો હોય છે, જો કારને સ્ટાર્ટ કર્યા પછી વધારે સમય સુધી રોકાયેલા રહો છો. આવું કરવાથી ગાડીનું ફ્યૂલ વપરાય છે. જો તમે પણ આ ભૂલ કરો છો તો તરત જ આવું કરવાનું બંધ કરી દો. ગાડીના સ્ટાર્ટ કર્યા પછી 30 સેકંન્ડમાં તેને ચલાવો, તેનાથી વધારે સમય સુધી ગાડી રોકવા પર વધારે ગરમ થશે અને તમને નુકશાન થશે.
• સ્પીડ પર ધ્યાન આપો
ઘણીવાર એવું જોવા મળે છે કે પેટ્રોલ કારને 100 કી.મી.થી વધારે સ્પીડમાં ચલાવવાથી કારની માઈલેજ ઓછી થાય છે. એવામાં કાર સ્પીડને કંટ્રોલમાં રાખો. સાથે જ તમારી કારમાં ક્રૂઝ કંટ્રોલ ફીચર છે તો તેનો ઉપયોગ કરો.
• વધુ પડતો સામાન રાખવાથી બચો
રસ્તા પર ઘણી વાર જોયું હશે કે લોકો કારમાં જરૂર કરતા વધારે સામાન સાથે રાખે છે. આવું કરવાથી કારની ક્ષમતા પર ખરાબ અસર પડે છે. આનાથી ફ્યૂલના ખર્ચા પર પણ ખરાબ અસર પડે છે.
• કાર સાફ રાખો
ઘણા લોકો પોતાની કારનું બિલકુલ ધ્યાન રાખતા નથી. કાર અંદર અને બહાર ખૂબ જ ગંદી થઈ જાય છે. લોકોની આ બેદરકારીને કારણે કારની ફ્યૂલ ક્ષમતા પર ખરાબ અસર થાય છે.