શિયાળાના સમયમાં જો લોકોને સૌથી વધારે કોઈ સમસ્યા જોવા મળતી હોય તો તે છે શરદીની અને તાવની. લોકો આ સમય દરમિયાન સૌથી વધારે બીમાર પડતા હોય છે અને બીમાર પડનારા લોકોમાં આ લક્ષણો સામાન્ય રીતે જોવા મળતા હોય છે.
સૌથી પહેલા જો વાત કરવામાં આવે બ્લડપ્રેશર ધરાવતા લોકોની તો જે લોકોને બ્લડ પ્રેશરની સમસ્યા છે તેના માટે પણ આ ઠંડીનું વાતાવરણ સમસ્યારૂપ છે. નીચા તાપમાનને કારણે રક્તવાહિનીઓ અસ્થાયી રૂપે સાંકડી થાય છે, બ્લડ પ્રેશરમાં વધારો થાય છે કારણ કે રક્તને સાંકડી નસો અને ધમનીઓમાંથી વહેવામાં મુશ્કેલી પડે છે. બ્લડ પ્રેશર વધવાની સમસ્યાથી હૃદયની બીમારીઓ અને તેની જટિલતાઓ પણ વધી શકે છે. બ્લડ પ્રેશરને નિયંત્રણમાં રાખવા માટે દરેક વ્યક્તિ માટે પગલાં લેવાનું ચાલુ રાખવું ખૂબ જ મહત્વપૂર્ણ છે.
આ ઉપરાંત માઈગ્રેન એ માથાનો દુખાવોનું ગંભીર સ્વરૂપ છે, તેને માનસિક વિકાર પણ ગણવામાં આવે છે. આ શિયાળાની ઋતુ એવા લોકો માટે પડકારરૂપ બની શકે છે જેને પહેલાથી જ માઈગ્રેનની સમસ્યા છે.
જો કે તે વાતની પણ નોંધ લેવા જેવી છે કે હાલમાં ચીન ન્યુમોનિયાના ગંભીર ચેપની પકડમાં છે, છેલ્લા કેટલાક દિવસોના અહેવાલો અનુસાર, અહીંની હોસ્પિટલોના ઇમરજન્સી વિભાગોમાં ન્યુમોનિયાની ફરિયાદ કરનારા દર્દીઓની સંખ્યામાં ઝડપથી વધારો થયો છે. આ શિયાળાની ઋતુમાં ન્યુમોનિયાના જોખમમાં નોંધપાત્ર વધારો થઈ શકે છે. ન્યુમોનિયાના કેસો સામાન્ય રીતે ઠંડા મહિનાઓમાં જોવા મળે છે. પાંચ વર્ષથી ઓછી ઉંમરના બાળકો, વૃદ્ધો અને નબળી રોગપ્રતિકારક શક્તિ ધરાવતા લોકોને ન્યુમોનિયા થવાનું સૌથી વધુ જોખમ હોય છે.
ઉલ્લેખનીય છે આ માહિતીને લઈને કોઈ પણ પ્રકારની પૃષ્ટિ કરવામાં આવતી નથી.