- આજકાલ એમ્બ્રોડરી વર્કની ફેશન
- એમ્બ્રોડરી વર્કની કુર્તીઓ આપે છે આકર્ષક લૂક
યુવતીઓ પોતાને આકર્ષક અને સુંદર દેખાડવા માટે અવનવા પરિધાન ઘારણ કરે છે, વેસ્ટર્ન વેરથી લઈને તેઓ ટ્રેડિશનલે વેરને અપનાવે છે,આજે વાત કરીશું કુર્તીઓની અને એમા પણ ખાસ એમ્બ્રોડરી વર્કની કુર્તીઓ આજકાલની ફેશનમાં ટ્રેન્ડ થઈ રહી છે.આ કુર્તીઓ દેખાવમાં પણ ખૂબ જ આકર્ષક લાગે છે.ખાસ કરીને જે સ્ત્રીઓ જોબ કરે છે તે લોકો આ માટે એમ્બ્રોડરી વર્ક ખૂબ જ આ કર્ષક લૂક આપે છે.
જાણો એમ્બ્રોડરી વર્કમાં કયો રંગ અને કેવી કુર્તી વધારે સારી લાગે છે
ડાર્ક ગ્રીન કલરની એમ્બ્રોઇડરી વર્કવાળી આ કુર્તી રેયોન મટિરિયલથી બનેલી હોય તે ખૂબ જ આકર્ષિત લાગે છે,આ કુર્તીમાં તમને બધા કલર ઓપ્શન પણ મળશે. આ સાથે તમે આ કુર્તીને ઘરે જ હાથથી ધોઈ શકો છો.કોટનમ હોય તો કલર છોડે છે રેયોન ક્યારેય કલર છોડે નહી તેથી આ બેસ્ટ ઓપ્શન છે તમે ઓફીસમાં પણ કેરી કરી શકો છો.
આ સહીત તમે લોંગ અને એમ્બ્રોડરી વાળી રેડ, ગ્રીન કે કોઈપણ ડાર્ક રંગની સુંદર કુર્તીનો ઘરમાં અને ઓફિસ બંને જગ્યાએ ઉપયોગ કરી શકો છો. આ કુર્તી પર બનાવેલી પ્રિન્ટેડ ડિઝાઇન આકર્ષક લાગે છે
આ સાથે જ જો તમને કોટન પસંદ હોય તો સ્ટ્રેટ અને ઘેર વાળી કોટનની એમ્બ્રોડરી વર્ક વાળી કુર્તી પસંદ કરી શકો છો જે તમે ઓફીસ અને બહાર બન્ને જગ્યાએ કેરી કરી શકો છો
જો તમારે કોઈ ફંકશનમાં જવું છે અને વધુ હેવી ડ્રેસ નથી પહેરવો એવી સ્થિતિમાં એમ્બ્રોડરી વર્ક વાળી ગોળ રાઉન્ડ ઘેર વાળી કુર્ચતી સાથે શોર્ટ પ્લાઝો કેરી કરી શક છો જે તમને રીચ લૂક આપે છે તેના સાથે ઓક્સોડજાઈઝના એરિંગ્સ પહેરી લો એટલે લૂક વધુ શાનદાર બનશે.