તેઓ અલ્લાહની હુકૂમત કાયમ કરશે, આખરે કેવી રીતે આઈએસઆઈએસના કસીદા પઢવા લાગ્યો આઈઆઈટીનો પ્રતિભાવાન વિદ્યાર્થી?
ગૌહાટી: આઈઆઈટી ગૌહાટીના એક મેધાવી સ્ટૂડન્ટના આતંકવાદથી પ્રભાવિત થઈને આઈએસઆઈએસ જોઈન કરવાનો પ્લાન બનાવી લેવો અને પછી ફાઈનલ પરીક્ષાથી એક માસ પહેલા જ એરેસ્ટ થવું, દરેકને આશ્ચર્યચકિત કરી રહ્યું છે. તૌસીફ અલી ફારુકીની પરીક્ષા એક માસ બાદ જ થવાની હતી અને તેના પછી તે બીટેક ગ્રેજ્યુએટ બનીને સારું ભવિષ્ય બનાવી શકે તેમ હતો. તે દરમિયાન તેણે ખોરાસાન જઈને આઈએસઆઈએસ જોઈન કરવાની યોજના બનાવી લીધી. પોલીસ અને આઈઆઈટી પ્રશાસન બંને એ સમજવામાં નિષ્ફળ ગયા છે કે આખરે એક મેધાવી વિદ્યાર્થીનો વિચાર કેવી રીતે આવો થઈ ગયો કે તે પોતાના ભવિષ્યને લઈઈને પણ વિચાર કરી શક્યો નહીં. પોલીસે મામલાના મૂળ સુધી પહોંચવાની કોશિશ કરી રહી છે.
ઈન્ડિયન એક્સપ્રેસના અહેવાલ મુજબ, ફારુકીનો પરિવાર પણ ઘણો સામાન્ય છે અને તે લોકોના પ્રત્યે ઘણો વિનમ્ર પણ રહ્યો છે. પોલીસે કહ્યું છે કે ફારુકીના માતાપિતાના છૂટાછેડા થઈ ગયા હતા. તો ફારુકીનો મોટો ભાઈ પણ આઈઆઈટી કાનપુરથી સ્નાતક છે ને પોતાનું સ્ટાર્ટઅપ ચલાવે છે. તે દિલ્હીના ઝાકિરનગરનો રહેવાસી છે.
ફારુકીના ક્લાસમેટ્સ મુજબ, તે ભણવામાં સારો હતો અને મોટાભાગે એકલો રહેતો હતો. તો ફારુકીની ઘરની આસપાસના લોકોનું કહેવું છે કે તે સારા માહોલમાં અભ્યાસ કરતો હતો. તેને કટ્ટર બનાવવાની પાછળ ડાર્ક વેબની ભૂમિકા હોઈ શકે છે. હકીકતમાં આઈઆઈટી ગૌહાટીમાં ત્રીજા અને ચોથા વર્ષના સ્ટૂડન્ટ્સને અલગ હોસ્ટેલ રૂમ મળે છે. તેવામાં ગત બે વર્ષથી તેનો કોઈ રૂમમેટ ન હતો. આ ઘટનાથી આઈઆઈટીના ફેકલ્ટી મેમ્બર પણ હેરાન છે.
ફારુકીની આંટીએ કહ્યું છે કે બંને ભાઈઓને લઈને આખા પરિવારને ગર્વ હતો. બંને ભણવામાં ઘણાં તેજ હતા. જ્યારે સિલેક્શન આઈઆઈટીમાં થયું, તો ફારુકીના પરિવારે મિઠાઈ વહેંચી હતી. હાલ ફારુકીના માતા બાટલા હાઉસમાં બુટીક ચલાવે છે. તા પિતા પટનામાં રહે છે. પોલીસનું કહેવું છે કે ફારુકી મોટાભાગે એકલો રહેતો હતો અને માત્ર ક્લાસ એટેન્ડ કરવા માટે જ રૂમમાંથી બહાર નીકળતો હતો. પોલીસે કહ્યું છે કે તેનું બ્રેનવોશ ગત કેટલાક માસમાં જ થયું. તેની પાછળ ડાર્કવેબનો હાથ છે.
તો ફારુકીના રૂમમાંથી કાળા રંગનો ઝંડો પણ મળ્યો હતો. અત્યાર સુધી એ સ્પષ્ટ થયું નથી કે આ ઝંડો કોઈ સંગઠનનો હતો. સૌથી મોટો સવાલ તો એ છ કે તેણે જે મેલ લખ્યો તેમાં સ્ટૂડન્ટ્સ અને આઈઝીપી પાર્થા સાતી મહંતોને શા માટે એડ કર્યા. તેણે પોતાના મેલમાં હિજરતની વાત લખી હતી, તેનો અર્થ થાય છે એક શહેરમાંથી બીજા શહેરમાં જું તેના પછી તે કેમ્પસમાંથી ગાયબ થઈ ગયો. ઘણાં કલાકોની શોધખોળ બાદ તેને 20 કિલોમીટર દૂર હાજથી એરેસ્ટ કરવામાં આવ્યો છે. તેની વિરુદ્ધ યુએપીએ હેઠળ મામલો નોંધવામાં આવ્યો છે.