ઠગાઈનું ખોફનાર કૃત્યઃ વીડિયો કોલ મારફતે વકીલને કપડા ઉતાવીને બે દિવસ સુધી બંધક બનાવી 10 લાખ પડાવાયાં
નવી દિલ્હીઃ ભારતમાં ઓનલાઈન છેતરપિંડી ધીમે ધીમે ખૂબ જ ભયાનક અને ખતરનાક બની રહી છે. રોજ-રોજ લોકો સાથે છેતરપિંડી થઈ રહી છે. ઓનલાઈન સ્કેમનો એક મામલો સામે આવ્યો છે જે ખૂબ જ ડરામણો છે. મામલો બેંગ્લોરનો છે, સાયબર સ્કેમર્સે મહિલા વકીલના કપડા વીડિયો કોલ પર ઉતરવાયા અને તેને બે દિવસ સુધી બંધક બનાવી હતી. સ્કેમરએ મહિલા જોડેથી 10 લાખ રૂપિયા પણ પડાવ્યા હતા.
આ મામલો ડિજિટલ અરેસ્ટ અને બ્લેકમેલિંગ સાથે જોડાયેલો છે. પોલીસમાં કરેલ ફરિયાદ મુજબ, સ્કેમરે પોતાને કસ્ટમ અધિકારી બતાવીને મહિલાને ડિજિટલ એરેસ્ટ કરી છે અને છેતરપિંડી કરી. મહિલા વકીલને પહેલા ફેડેક્સ કુરિયર તરફથી ફોન આવ્યો અને કહ્યું કે તેના નામે એક પાર્સલ આવ્યું છે જે રિટર્ન કરવામાં આવ્યું છે.
ફોન પર જણાવવામાં આવ્યું હતુ કે પાર્સલ મુંબઈથી થાઈલેન્ડ ગયું છે જેમાં પાંચ પાસપોર્ટ, ત્રણ ક્રેડિટ કાર્ડ અને 140 MDMAની ગોળીઓ હતી. જ્યારે મહિલા વકીલે જણાવ્યું કે તેણે આવું કોઈ પાર્સલ મોકલ્યું નથી, તો મહિલાને કહેવામાં આવ્યું કે તે ઈચ્છે તો સાયબર પોલીસમાં ફરિયાદ કરી શકે છે. જે બાદ મહિલાનો કોલ કોઈને ટ્રાન્સફર કરવામાં આવ્યો હતો જેણે સાયબર ક્રાઈમ ટીમના મેમ્બર હોવાનો દાવો કર્યો હતો.
• સ્કાયપે એપ ડાઉનલોડ કરી
સાયબર પોલીસ બનેલા વ્યક્તિએ મહિલાને વિડિયો કોલ માટે સ્કાઈપ એપ ડાઉનલોડ કરવાનું કહ્યું. પછી વીડિયો કોલ પર મહિલા પાસેથી આધાર કાર્ડ, બેંકની ડિટેલ સહિત અનેક પ્રકારની માહિતી લેવામાં આવી હતી. પછી વીડિયો કોલ નકલી CBI ઓફિસરને ટ્રાન્સફર કરવામાં આવ્યો હતો. આ પછી ફરીથી બેંક ખાતા, નોકરી, નિવેશ, સેલેરી વગેરેની માહિતી લેવામાં આવી હતી.
મહિલાએ કહ્યું કે તેના પરિવાર સાથે વાત કરવા માંગે છે, તો તરત જ ના પાડી દીધી. વીડિયો કોલિંગનો આ આખો ખેલ બે દિવસ સુધી ચાલ્યો. વકીલને સતત વીડિયો કોલ પર રહેવા અને કેમેરા ચાલુ રાખવા માટે કહેવામાં આવ્યું હતું. આ સમય દરમિયાન તેના ખાતામાંથી 10.79 લાખ ઉપાડી લેવામાં આવ્યા. પછી, મહિલાને બીજી એપ ડાઉનલોડ કરાવવામાં આવી અને લગભગ 4.16 લાખ રૂપિયાના બિટકોઈન ખરીદવામાં આવ્યા.