Site icon Revoi.in

લીંબડીના જગદીશ આશ્રમમાં મોડી રાત્રે તસ્કરો ત્રાટક્યા, દાનપેટી તોડી એક લાખ રૂપિયાની ચોરી

Social Share

સુરેન્દ્રનગરઃ  જિલ્લાના લીંબડી શહેરના નદી કાંઠે આવેલા જગદીશ આશ્રમમાં મોડી રાત્રે તસ્કરો દ્વારા ચોરી કરતાં ચકચાર મચી હતી. જગદીશ આશ્રમમાં આવેલી દાન પેટી તોડી રોકડ રકમની ચોરી કરી તસ્કરો નાસી છૂટ્યાં હતા. અંદાજે રોકડ રૂપિયા એક લાખની રકમ ચોરી થઈ છે. પોલીસે ફરિયાદ નોંધીને સીસીટીવીના કૂટેજ મેળવીને વધુ કપાસ હાથ ધરી છે.

લીંમડીમાં ભોગાવો નદીના કિનારે આવેલો જગદીશ આશ્રમ શહેરીજનો માટે આસ્થાનું કેન્દ્ર છે. દિવસ દરમિયાન અનેક લોકો દર્શન કરવા માટે આવતા હોય છે. જગદિશ આશ્રમમાં મધરાત બાદ તસ્કરોએ દાન પેટી તોડીને એક લાખ રૂપિયાની ચોરી કરીને પલાયન થઈ ગયા હતા. હાલમાં ડિસેમ્બર માસમાં ઠંડીએ  થોડું જોર પકડ્યું છે, ત્યારે તસ્કરો પણ મોડી રાતના ઉજાગરા સાથે ચોરીની ઘટનાઓને અંજામ આપી પોલીસને પડકાર ફેંકી રહ્યાં છે.  આ બનાવ અંગે પોલીસને સવારે જાણ કરવામાં આવી હતી. ત્યાર બાદ  પોલીસ ઘટનાસ્થળે પહોંચી હતી. પોલીસે ફરિયાદ નોંધીને સીસીટીવીના કૂટેજ મેળવીને વધુ તપાસ હાથ ધરી છે.

લીંબડી તાલુકાનું મથક છે. ત્યારે છેલ્લા કેટલાક દિવસથી ચોરીના બનાવો વધી રહ્યા છે. તાજેતરમાં જ  લીંબડીના લેક વ્યુ બીલ્ડિગ પાસે નિધિ સેલ્સ એજન્સીના ગોડાઉનના પણ તાળા તૂટ્યાં હતા. સદભાગ્યે તસ્કરોને ત્યાં કાંઇ હાથ લાગ્યું નહોંતુ. પોલીસે તાકીદે ઘટનાસ્થળે પહોંચી ડોગ સ્કવોડની મદદ લેવાની સાથે સીસીટીવી ફુટેજના આધારે વધુ તપાસ હાથ ધરી હતી. લોકો રાત્રીના સમયે પોલીસનું પેટ્રોલિંગ વધારવાની માગ કરી રહ્યા છે. દરમિયાન તસ્કરોને પકડવા પોલીસે બાતમીદારોને કામે વળગાડ્યા છે.