- લેમન જ્યૂસ અને સોડાખાર સ્કિનની કાળાશ દૂર કરે છે
- લેમન જ્યૂસમાં કોફી મિક્સ કરીને પેસ્ટ લગાવાથી કાળાશ દૂર થાય છે
- કોફી,સોડાખાર અને લીબુંની પેસ્ટ કાળશ કરે છે દૂર
- આ પેસ્ટને લગાવીને 10 મિનિટ બાદ મસાજ કરીલો
સામાન્ય રીતે આપણા શરીરના કેટલાક ભાગની સ્કિન ખૂબ જ ડાર્ક થી જતી હોય છે, જેમાં ખાસ કરીને આંડરઆર્મ્સ ખૂબ ડાર્ક હોય છે, આવી સ્કિન પરથી કાળાશને દૂર કરવા આજે એક કારગાર ઘરેલું ઈલાજ જોઈશું, જે ઘરમાં રહેલી વ્સતુઓની પેસ્ટ બનાવીને ડાર્કનેશ ને દૂર કરવામાં મદદ કરશે.
આ પેસ્ટની મદદથીતમે હાથ,પગ, કોણી,ઘુંટણ તમામ જગ્યાઓ પરની કાળાશને સરળતાથી દૂર કરી શકશો, આ પેસ્ટ બનાવવા માટે તમારે 1 ચમચી કોફી, 1 ચમચી હળદર, 1 ચમચી ખાનાવો સોડા ખાર, અને 1 ચમચી લીબુંનો રસ મિક્સ કરવાનો રહેશે, ત્યાર બાદ તેને ચમચી વડે બરાબર મિક્સ કરીલો, આનાથી સ્મૂથ પેસ્ટ તૈયાર થશે.
હવે આ પેસ્ટને તને તમારી બોડી પરની કોઈ પણ એવી જગ્યા કે જ્યા ડાર્કનેસ હોય ત્યા લગાવીને જ્યા સુધી સુકાઈ જાય ત્યા સુધી રહેવાદો. હવે આ પેસ્ટ સુકાઈ ગયા બાદ તેને હળવા હાથે 10 મિનિટ સુધી મસાજ કરતા રહો, ત્યાર બાદ ઠંડા પાણી વડે તે ભાગને ઘોઈલો, આમ કરવાથી તમારી સ્કિનની ડાર્કનેસ ચોક્કસ દૂર થશે.આ પ્રયોગ તમારે દરરોજ રાતે સુતા વખતે કરવો જોઈએ, અથવાતો અઠવાડિયામાં બે વખત કરો, ખાસ કરીને અંડર્સઆમ્સ માટે આ બેસ્ટ ઓપ્શન છે.
કારણ કે હરદળ અને લીબું એન્ટિબેક્ટિરીયલ ગુણોથી ભરપુર છે, જે કાળાશને સરળતાથી દૂર કર છે, અને કોફીથી સ્કિન ખરાબ થતી નથી તે સ્કિનને સ્મૂથ બનાવે છે.આ પેસ્ટની મદદથી તમે ચહેરા પરની કાળાશ પણ દૂર કરી શકો છો.