Site icon Revoi.in

સોશિયલ મીડિયા ઉપર અશ્વિલ-વિવાદીત પોસ્ટ કરતા પહેલા વિચારજો નહીં તો જેલની હવા ખાવી પડશે

A growing number of women are incarcerated in the U.S. and many of them give birth in prison or jail.

Social Share

ગુજરાત સહિત સમગ્ર દેશમાં આધુનિક જમાનામાં સ્માર્ટફોનનો વપરાશ વધ્યો છે. તેમજ કરોડોની સંખ્યામાં લોકો વોટ્સએપ, ફેસબુક સહિતના સોશિયલ મીડિયાનો લોકો ઉપયોગ કરે છે. સોશિયલ મીડિયામાં અશ્લિલ ફોટો, વીડિયો પોસ્ટ કરવો અને શેર કરવા અંગે ગુનો બને છે. આ ઉપરાંત સોશિયલ મીડિયામાં કોઈની ધાર્મિક લાગણી દુભાવવી, કોઈના સન્માનને હાની પહોંચાડવી, દેશની કોમી એકતા અને અખંડિતતાને નુકસાન પહોંચાડતી પોસ્ટ કરતી પણ સાયબર ક્રાઈમ હેઠળ ગુનો બને છે. તેમજ આ ગુના હેઠળ આકરી સજાની સાથે દંડની જોગવાઈ કરવામાં આવી છે.

નકલી એકાઉન્ટ બનાવવું

આજકાલ ઘણા લોકો સોશિયલ મીડિયા પર ફેક એકાઉન્ટ બનાવે છે. કોઈનો ફોટો ચોરીને પ્રોફાઈલ બનાવીને સોશિયલ મીડિયાનો દુરુપયોગ કરે છે, પરંતુ આવું કરવું કાયદાકીય રીતે અપરાધ છે. કાયદો આને ગુનો માને છે. જો કોઈએ ફેક એકાઉન્ટ બનાવ્યું હોય તો તેના માટે કાયદામાં જોગવાઈ છે. જો કોઈ આવું કરતા પકડાય છે, તો તેને IT એક્ટની કલમ 66C હેઠળ ત્રણ વર્ષની સજા અને દંડ પણ થઈ શકે છે, અને જો કોઈ અન્ય વ્યક્તિના ખાતા સાથે ચેડા કરવામાં દોષિત જણાશે તો તેની સામે આઈટી એક્ટની કલમ 67 હેઠળ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે અને જો દોષિત ઠરશે તો સજાની જોગવાઈ છે.

સોશિયલ મીડિયા ઉપર અવાર-નવાર અફવા ફેલાવવામાં આવે છે. સોશિયલ મીડિયામાં અફવા ફેલાવવી તે પણ ગુનો બને છે. અફવા ફેલાવનારને પણ સોશિયલ મીડિયાના દુરુપયોગ અધિનિયમના આધારે કાયદાકીય રીતે સજા થઈ શકે છે. જો કોઈ પણ અર્થ વગર અફવા ફેલાવવામાં દોષિત ઠરે તો કાયદામાં IPC એક્ટ 505 હેઠળ કડક કાર્યવાહીની જોગવાઈ છે અને દોષિતોને સજા થઈ શકે છે.

ધર્મ વિરુદ્ધ બોલવામાં આવતી વાંધાજનક વાતોથી સમસ્યા થઈ શકે છે. સોશિયલ મીડિયાનો દુરુપયોગ કરીને, લોકો ઘણીવાર એકબીજાના ધર્મની મજાક ઉડાવતા અથવા વાંધાજનક વસ્તુઓ લખતા અથવા કોઈપણ ધર્મના પ્રતીકોનું અપમાન કરતા જોવા મળે છે.

સોશિયલ મીડિયા મિસયુઝ એક્ટ મુજબ, જો કોઈ વ્યક્તિ દ્વારા કરવામાં આવેલી ટિપ્પણી દ્વારા ધાર્મિક લાગણીઓને ઠેસ પહોંચે છે અને જો તેના પર FIR થાય છે, તો ટિપ્પણી કરનાર વ્યક્તિ સામે IPC એક્ટ-295A હેઠળ કાયદેસરની કાર્યવાહી માટે કાર્યવાહી કરવામાં આવી શકે છે. જો દોષિત સાબિત થાય તો 3 વર્ષની જેલની સજા.

જો કોઈ વ્યક્તિ સોશિયલ મીડિયા પર દેશ વિરુદ્ધ કોઈ ટિપ્પણી અથવા પોસ્ટ કરે છે, તો તેના માટે પણ કાયદામાં કડક નિયમ છે. જો દેશ વિરુદ્ધ કંઈપણ લખવામાં આવ્યું હોય અથવા દેશની એકતા અને અખંડિતતાને ભાવનાત્મક ઠેસ પહોંચાડી હોય અથવા દેશની સાર્વભૌમત્વને પડકારતું કંઈપણ અને સોશિયલ મીડિયાનો દુરુપયોગ દેશ વિરુદ્ધ કરવામાં આવ્યો હોય, તો IPC એક્ટ-124A હેઠળ રાજદ્રોહનો કેસ દાખલ કરી શકાય છે. આ ગુના હેઠળ આકરી સજાની જોગવાઈ પણ છે.

સોશિયલ મીડિયા પર કોઈ પણ વ્યક્તિને સારું કે ખરાબ કહેવામાં આવે છે, પરંતુ તેની વિરુદ્ધ કોઈ છબી બનાવવામાં આવી રહી હોય અને જેના કારણે સમાજમાં તેનું સન્માન ઘટતું હોય, તો સોશિયલ મીડિયા મિસયુઝ એક્ટ IPC-499 હેઠળ અને 500 હેઠળ કેસ નોંધવામાં આવી શકે છે. જો આરોપ સાબિત થાય છે, તો આરોપી વ્યક્તિને 2 વર્ષ સુધીની જેલની સજા પણ થઈ શકે છે.

તમે ઘણી વખત જોયું હશે કે લોકો સોશિયલ મીડિયા પર જ લડે છે અને મામલો અપશબ્દો પર આવે છે. જો સોશિયલ મીડિયા પર ટિપ્પણીઓ દ્વારા અપમાનજનક અથવા વાંધાજનક શબ્દોનો ઉપયોગ કોઈ વ્યક્તિ અથવા સમુદાયને નુકસાન પહોંચાડે છે, તો સોશિયલ મીડિયાનો દુરુપયોગ ગણવામાં આવશે. આવું કરનાર વ્યક્તિ વિરુદ્ધ IPC એક્ટ-294 હેઠળ કાયદેસરની કાર્યવાહી થઈ શકે છે અને દોષિતને 2 થી 3 વર્ષની સજા થઈ શકે છે.

કોઈપણ વ્યક્તિ મોબાઈલ, કોમ્પ્યુટર અથવા અન્ય કોઈપણ ઈલેક્ટ્રોનિક ઉપકરણ દ્વારા હેક કરે છે અથવા ઓનલાઈન છેતરપિંડી કરે છે અથવા આ બધાની મદદથી કોઈ ગંભીર ગુનો કરે છે. આ માટે સાયબર ક્રાઈમ આઈટી એક્ટ 2008 બનાવવામાં આવ્યો છે. આ એક્ટ હેઠળ સાઈબર ક્રાઈમના કેસમાં કોપીરાઈટ એક્ટ, કંપનીઝ એક્ટ, ઈન્ડિયન પીનલ કોડ, ઓફિશિયલ સિક્રેટ એક્ટ, પ્રિવેન્શન ઓફ પોર્નોગ્રાફી એક્ટ અને એન્ટી ટેરરિઝમ એક્ટ હેઠળ સાયબર ક્રાઈમના કેસમાં પણ કાર્યવાહી કરવામાં આવે છે.સાયબર ક્રાઈમના કેસમાં સામાન્ય સજાથી લઈને આજીવન કેદની સજાની જોગવાઈ છે.