Site icon Revoi.in

ચૈત્ર નવરાત્રિમાં મા દુર્ગાના મંદિરની મુલાકાત લેવાનું વિચારી રહ્યા છો ? તો આ રહી ભારતના પ્રખ્યાત દુર્ગા મંદિરોની સૂચિ

Social Share

ચૈત્ર નવરાત્રી 2022 એ હિન્દુ ધર્મના પવિત્ર તહેવારોમાંનો એક છે.ચૈત્ર નવરાત્રી દરમિયાન મા દુર્ગાના 9 સ્વરૂપોની પૂજા કરવામાં આવે છે.એવું માનવામાં આવે છે કે,નવરાત્રી દરમિયાન માતાની પૂજા કરવાથી દેવી દુર્ગાની વિશેષ કૃપા થાય છે.એક વર્ષમાં કુલ 4 નવરાત્રી આવે છે, જેમાં ચૈત્ર અને શારદીય નવરાત્રિનું ઘણું મહત્વ છે.આ વર્ષે ચૈત્ર નવરાત્રીનો તહેવાર 2જી એપ્રિલ 2022 થી શરૂ થશે.આ તહેવાર નવ દિવસ સુધી ઉજવવામાં આવે છે.ભક્તો આ તહેવારની તૈયારીઓ ઘણા દિવસો અગાઉથી જ શરૂ કરી દે છે.

નવરાત્રી દરમિયાન ઘણા ભક્તો મા દુર્ગાના મંદિરે જતા હોય છે. જો તમે પણ નવરાત્રિમાં મા દુર્ગાના મંદિરની મુલાકાત લેવાનું વિચારી રહ્યા છો, તો અહીં ભારતના પ્રખ્યાત દુર્ગા મંદિરોની સૂચિ છે, જ્યાં તમે જઈ શકો છો. તમે આ પ્રખ્યાત મંદિરોમાં મા દુર્ગાના દર્શન કરવા જઈ શકો છો.

જો વાત કરવામાં આવે ત્રિપુરા સુંદરી મંદિરની તો આ મંદિર ઉદયપુરમાં આવેલું છે.હિંદુ પૌરાણિક કથાઓ અનુસાર,આ મંદિર તે જગ્યા પર બનેલું છે જ્યાં સતી માં નો જમણો પગ પડ્યો હતો.આ મંદિરમાં દર વર્ષે મોટી સંખ્યામાં ભક્તો માં દેવી દુર્ગાના દર્શન કરવા આવે છે.

પૌરાણિક કથા અનુસાર, એવું કહેવાય છે કે નૈના દેવી તે સ્થાન છે જ્યાં સતી માં ની આંખો પડી હતી.આ મંદિર હિમાચલ પ્રદેશના બિલાસપુરમાં આવેલું છે, નૈના દેવી માં ના દર્શન કરવા વિશ્વભરમાંથી લોકો આવે છે.

ભારતના સૌથી પવિત્ર અને સૌથી વધુ મુલાકાત લેવાયેલા મંદિરોમાંનું એક કટરામાં આવેલું વૈષ્ણો દેવી મંદિર છે.વિશ્વભરમાંથી મોટી સંખ્યામાં હિન્દુ શ્રદ્ધાળુઓ વૈષ્ણોદેવીના દર્શન કરવા આવે છે.જમ્મુ-કાશ્મીરના કટરા જિલ્લામાં સ્થિત આ મંદિરમાં આખું વર્ષ ભીડ રહે છે. નવરાત્રિ દરમિયાન ખાસ કરીને ભક્તો અહીં દર્શન માટે આવે છે.એવું માનવામાં આવે છે કે,દેવી દુર્ગા અહીં ગુફાની અંદર ખડકોના રૂપમાં નિવાસ કરે છે.

ગયામાં સ્થિત મંગલા ગૌરી મંદિરમાં સતી માં ના પગલાં પડ્યા હતા.આ મંદિર હિન્દુઓ માટે ધાર્મિક મહત્વ ધરાવે છે.આખા વર્ષ દરમિયાન યાત્રાળુઓ મંદિરની મુલાકાત લે છે.ખાસ કરીને નવરાત્રિ દરમિયાન અહીં ભક્તો આવે છે. અહીં આ તહેવાર ભવ્ય રીતે ઉજવવામાં આવે છે.

સૌથી પ્રાચીન મંદિરોમાંનું એક કામાખ્યા મંદિર. ગુવાહાટીમાં નીલાચલ પહાડીઓ પર સ્થિત કામાખ્યા મંદિરમાં નવરાત્રિની ભવ્ય ઉજવણી કરવામાં આવે છે.નવરાત્રિ અને દુર્ગા પૂજાની ભવ્ય ઉજવણી ઉપરાંત આ સ્થળે અંબુબાચી મેળો પણ ઉજવવામાં આવે છે.