Site icon Revoi.in

જમ્મુ કાશ્મીરમાં 24 કલાકમાં ત્રીજું એન્કાઉન્ટર,શોપિયાંમાં ત્રણ આતંકવાદી ઠાર

Social Share

શ્રીનગર :જમ્મુ અને કાશ્મીરના શોપિયાં સેક્ટરમાં સેનાના જવાનોની આતંકવાદીઓ સાથે અથડામણ થઈ,આ અથડામણમાં ભારતીય સેનાના જવાનોએ ત્રણ આતંકવાદીઓને ઠાર કર્યા છે.જાણકારી અનુસાર જમ્મુ-કાશ્મીરમાં આતંકી પ્રવૃત્તિઓ વધી જતા સુરક્ષા દળો સતર્ક થઇ ગયા છે. કાશ્મીરના શોપિયાંમાં સોમવારથી જ એન્કાઉન્ટર ચાલી રહ્યા હતા.

અધિકારીઓએ દ્વારા જણાવવામાં આવ્યું કે સરહદી જિલ્લા પૂંછના સુરનકોટ વિસ્તારમાં ડેરા કી ગલી નજીકના ગામમાં આતંકવાદીઓ દ્વારા કરવામાં આવેલા ફાયરિંગમાં સૈનિકો શહીદ થયા હતા. નિયંત્રણ રેખા પાર કરનારા આતંકવાદીઓની હાજરીની માહિતી મળ્યા બાદ સેના અને પોલીસે સંયુક્ત ઓપરેશન શરૂ કર્યું.

જો કે આ પહેલા સોમવારે પૂંછ જિલ્લામાં ત્રણ એન્કાઉન્ટરમાં જુનિયર કમિશ્ડ ઓફિસર (JCO) સહિત 5 સેનાના જવાનો શહીદ થયા હતા, જ્યારે આ દરમિયાન બે આતંકીઓ પણ માર્યા ગયા હતા.

પોલીસે જણાવ્યું કે આતંકીઓ પાસેથી હથિયારો અને દારૂગોળો પણ મળી આવ્યો છે. 11 ઓક્ટોબરે કાશ્મીરના શોપિયાં વિસ્તારમાં બે એન્કાઉન્ટર ચાલી રહ્યા છે, જેમાં સૈનિકોએ ત્રણ આતંકવાદીઓને ઘેરી લીધા હતા. એક એન્કાઉન્ટર શોપિયાંના તુલરાન વિસ્તારમાં, જ્યારે બીજું એન્કાઉન્ટર શોપિયાંના જ ખોરીપેડા વિસ્તારમાં થયું હતું.

અધિકારીઓએ જણાવ્યું હતું કે ભારે સશસ્ત્ર આતંકવાદીઓ નિયંત્રણ રેખા પાર કરીને ચમેર જંગલમાં છુપાયા હોવાના અહેવાલો છે. આતંકીઓએ સુરક્ષાદળો પર ભારે ગોળીબાર કર્યો હતો, જેમાં 5 જવાન ગંભીર રીતે ઘાયલ થયા હતા. બાદમાં, પાંચેય સૈનિકો નજીકની સૈન્ય હોસ્પિટલમાં સારવાર દરમિયાન મૃત્યુ પામ્યા.