Site icon Revoi.in

ઈઝરાયલમાં ત્રીજીવાર લોકડાઉન: લોકોને ઘરથી 1 કીમી દુર જવા પર પ્રતિબંધ

Social Share

દિલ્લી:  વિશ્વમાં કેટલાક દેશોમાં હજુ પણ કોરોનાવાયરસના કેસ વધી રહ્યા છે જે ચીંતાનો વિષય બની રહ્યો છે. કોરોનાવાયરસના સંક્રમણને રોકવા માટે યુકે, ફ્રાન્સ તથા ઈઝરાયલ જેવા દેશો લોકડાઉનનો સહારો લઈ રહ્યા છે પણ કેસ છે કે જે ઓછા થવાનું નામ લઈ રહ્યા નથી.

કોરોનાવાયરસના સંક્રમણને રોકવા માટે ઈઝરાયલમાં સરકારે દેશમાં ત્રીજી વાર લોકડાઉનની જાહેરાત કરી છે અને સમગ્ર દેશમાં લોકડાઉન લગાવ્યું છે જે આગામી ત્રણ સપ્તાહ સુધી ચાલશે.

ઈઝરાયલમાં કોરોના રસીકરણ પણ શરૂ થઈ ગયું છે. પ્રથમ તબક્કે વૃદ્ધ લોકો,  સ્વાસ્થ્યકર્મીઓ અને એસેન્શિયલ વર્કર્સને વેક્સિન અપાઈ રહી છે. માત્ર 90 લાખની વસતી ધરાવતા ઈઝરાયલમાં અત્યાર સુધી 4 લાખથી વધુ કેસ મળી ચૂક્યા છે જ્યારે 3226 લોકો મૃત્યુ પામ્યા છે.

લૉકડાઉનના નવા નિયમો હેઠળ સાંજે 5થી બીજા દિવસે સવાર સુધી કોઈ પણ વ્યક્તિને તેના ઘરથી એક કિલોમીટરના દાયરાથી બહાર જવાની મનાઈ છે. જોકે ઓફિસ અવર-જવર માટે છૂટ રહેશે. તે એસેન્શિયલ સર્વિસમાં સામેલ છે. સ્વાસ્થ્ય સેવા લેવા, કસરત કરવા અને કાનૂની પ્રવૃત્તિઓમાં ભાગ લેવા છૂટ અપાઈ છે. રેસ્ટોરાં અને દુકાનો બંધ રહેશે. હોમ ડિલિવરી ચાલુ રહેશે.

બ્રિટનમાં જોવા મળેલા કોરોનાવાયરસના નવા સ્ટ્રેઈનએ વિશ્વના તમામ દેશોની ચીંતામાં વધારો કર્યો છે અને વિશ્વના 10થી વધારે દેશોમાં તો તે નવા કોરોનાવાયરસે પોતાની દસ્તક પણ આપી દીધી છે.

જો કે મહત્વનું છે કે કોરોનાવાયરસની વેક્સિન બનાવતી કંપનીઓએ વિશ્વાસ વ્યક્ત કર્યો છે કે કોરોનાવાયરસની વેક્સિન કોરોનાના નવા સ્ટ્રેઈન પર પણ અસરકારક સાબીત થશે.