- દેશભરમાં વેક્સિનનો પૂર્વાભ્યાસ આજથી શરુ
- ડ્રાયરનનું નિરિક્ષણ કરવા આરોગ્યમંત્રી ચેન્નઈની મુલાકાતે
દિલ્હીઃ-સમગ્ર દેશમાં કોરોના સામે રસીકરણની પ્રક્રિયા થોડા સમય પછી શરુ થવાની છે ,તે પહેલા દેશની ,સરકાર સમગ્ર દેશભરમાં રસીનું બીજુ રિહર્સલ કરી રહી છે. શુક્રવારના રોજ સમગ્ર દેશના તમામ જિલ્લાઓમાં એક સાથે આ રસીકરણનો પૂર્વાભ્યાસ કરવામાં આવી રહ્યો છે.ત્યારે કેન્દ્રીય આરોગ્ય મંત્રી ડો.હર્ષ વર્ધન તેનું નિરીક્ષણ કરવા તમિલનાડુ ખાતે પહોંચ્યા છે.
આ પહેલા ગુરુવારના રોજ કેન્દ્રીય આરોગ્ય પ્રધાન ડો.હર્ષ વર્ધન દ્વારા તમામ રાજ્યોના આરોગ્ય મંત્રીઓ સાથે એક બેઠક યોજવામાં આવી હતી. બેઠકમાં ડો.હર્ષ વર્ધનએ કહ્યું કે દેશમાં અત્યાર સુધીમાં બે વેક્સિનને મંજુર કરવામાં આવી છે. તેની સપ્લાય હવે શરૂ થવા જઈ રહી છે. તેમણે માહિતી આપી હતી કે 8 મી જાન્યુઆરીએ દેશના તમામ જિલ્લાઓ રિહર્સલમાં ભાગ લેશે અને રસીકરણ પહેલા તમામ તૈયારીઓની સમીક્ષા કરવામાં આવશે.
ઉલ્લેખનીય છે કે, વિતેલી 28 અને 29 ડિસેમ્બરે ચાર રાજ્યોમાં બે દિવસ રિહર્સલ યોજવામાં આવ્યું હતું. આ બાદ 2 જાન્યુઆરીએ, બધા રાજ્યોના 285 જિલ્લાઓમાં રિહર્સલ કરવામાં આવ્યું, હવે ફરીએક વખત રસીનો પૂર્વ અભ્યાસ કરવામાં આવી રહ્યો છે.આ વેક્સિનનો ડ્રાય રન દેશના 700 થી વધુ જિલ્લાઓમાં કરવામાં આવશે.
આરોગ્યમંત્રીએ કહ્યું કે બધાને એક સાથે વેક્સિન આપી શકાતી નથી, તેથી અગ્રતા નક્કી કરવામાં આવી છે. હર્ષવર્ધનને કહ્યું કે પહેલા એક કરોડ આરોગ્ય કર્મચારીઓ, પછી ભલે તે સરકારી હોય કે ખાનગી. ત્યારબાદ બે કરોડ ફ્રન્ટલાઈન કામદારો અને ત્યાર બાદ બાકીના કરોડ લોકો અને 50 વર્ષથી વધુ ઉંમરના લોકોને રસી આપવામાં આવશે.
ડો.હર્ષ વર્ધનએ કહ્યું કે યુનિવર્સલ ઇમ્યુનાઇઝેશન પ્રોગ્રામ અંતર્ગત અમને 12 રસી આપવામાં આવે છે,તેનો અમને અનુભવ કોલ્ડ ચેઇન સિસ્ટમ મજબૂત કરવા જે ચીજ અમારે ખરીદવાની હતી તે ખરીદી છે અને પહેલાથી સ્થિત સિસ્ટમને મજબુત કરી છે. પ્રશિક્ષણ કાર્ય ખૂબ હદ સુધી પૂર્ણ થયું છે અને હવે જે થોડી તાલીમ બાકી છે, તો તે વહેલી તકે પૂર્ણ થશે.
સાહિન-