Site icon Revoi.in

ભારત મંડપમમાં ત્રીજા સેશન ‘વન ફ્યુચર’ની શરૂઆત,બાઈડેન વિયેતનામની મુલાકાતે રવાના

Social Share

દિલ્હી: G20 સમિટનો આજે બીજો દિવસ છે. G20 સમિટનું ત્રીજું અને છેલ્લું સત્ર શરૂ થઈ ગયું છે, જેની થીમ એક ફ્યુચર છે. ગઈકાલે જી-20ના બે સત્ર હતા. નેતાઓ પ્રથમ સત્રમાં જ ઘોષણા પર સહમત થયા હતા. પ્રથમ દિવસે જ તમામ સભ્યો 73 મુદ્દાઓ પર સહમત થયા હતા.ભારત આજે 2024માં બ્રાઝિલને G20 પ્રમુખપદની જવાબદારી સોંપશે. દિલ્હીમાં હાજર વિશ્વના ટોચના નેતાઓ આજે સત્રની શરૂઆત પહેલા મહાત્મા ગાંધીની સમાધિ રાજઘાટ પહોંચ્યા હતા, જ્યાં તમામ નેતાઓએ પુષ્પાંજલિ અર્પણ કરી હતી. વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે અનેક દેશોના રાષ્ટ્રાધ્યક્ષો સાથે બેઠક કરશે. ફ્રાન્સના રાષ્ટ્રપતિ અને કેનેડાના પીએમ સાથે દ્વિપક્ષીય બેઠક થશે.

G20 સમિટના ત્રીજા સત્ર પહેલા ઇન્ડોનેશિયાના રાષ્ટ્રપતિ જોકો વિડોડો અને બ્રાઝિલના રાષ્ટ્રપતિ લુઇઝ ઇનાસિયોએ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને રોપા અર્પણ કર્યા હતા.

વડાપ્રધાન મોદીએ ટ્વીટ કરીને કહ્યું કે, વધુ સારા ગ્રહ માટે G20 સમિટમાં અર્થપૂર્ણ ચર્ચા થઈ.

G-20 સમિટનું ત્રીજું સત્ર શરૂ થઈ ગયું છે. ત્રીજા સત્રમાં વન ફ્યુચર પર મંથન જારી છે. જોકે,યુએસ પ્રમુખ જો બાઈડેને ત્રીજા સત્રમાં હાજરી આપી ન હતી. બાઈડેન દિલ્હીથી વિયેતનામ જવા રવાના થયા છે.

G-20 દેશોના નેતાઓએ રાજઘાટ પર મહાત્મા ગાંધીને શ્રદ્ધાંજલિ આપી. અહીં મહાત્મા ગાંધીનું પ્રિય ભક્તિ ગીત ‘વૈષ્ણવ જન તો તેને કહીયે, જે પીડ પરાય જાને રે…’ ગવાયું હતું.