યુક્રેનના 13 જવાનોએ સરન્ડર કરવાનો ઈન્કાર કરતા રશિયન સૈન્યએ ઠાર માર્યા
નવી દિલ્હીઃ યુક્રેન અને રશિયા વચ્ચે યુદ્ધ ચાલી રહ્યું છે. રશિયન સૈન્ય યુક્રેનની રાજધાની કિવ તરફ સતત આગળ વધી રહ્યું છે. દરમિયાન યુદ્ધનો એક વીડિયો સામે આવ્યો છે. જેમાં યુક્રેનના 13 જવાનોને ઠાર મરાયાનું સામે આવ્યું છે. તેમમે સરેન્ડર કરવાનો ઈન્કાર કર્યો હતો. વીડિયોમાં રશિયાના જવાનોનો અવાજ આવી રહ્યો છે. તેમાં સરન્ડર કરવા કહ્યું હતું. તેમજ હુમલાની ધમકી અપાઈ હતી. બીજી તરફ યુક્રેની પોસ્ટ તરફથી અપશબ્દો કહેવામાં આવ્યા હતા. જે બાદ દ્રીપ ઉપર હાજર તમામ જવાનોને ઠાર મારવામાં આવ્યાં છે.
પ્રાપ્ત માહિતી અનુસાર યુક્રેન અને રશિયા વચ્ચે છેલ્લા કેટલાક દિવસથી યુદ્ધના ભણકારા વાગી રહ્યાં હતા. દરમિયાન ગઈકાલે રશિયાએ સૈન્ય કાર્યવાહીની જાહેરાત કરી હતી. તેમજ રશિયાએ જવાનોએ હુમલો કર્યો હતો. બીજી તરફ યુક્રેને દાવો કર્યો હતો કે, રશિયાએ ત્રણ તરફથી ઘેર્યું છે અને હુમલો કરવામાં આવ્યો છે. તેમજ દુનિયાના દેશોએ યુદ્ધની પરિસ્થિતિ વચ્ચે એકલા મોકલી દેવામાં આવ્યો હોવાનો યુક્રેને દાવો કર્યો હતો. રશિયન સૈન્ય યુક્રેનની રાજધાની કિવ તરફ આગળ વધી રહ્યું છે. તેમજ મિસાઈલથી સતત હુમલો કરવામાં આવી રહ્યો છે.