દિલ્હીઃ કોરોના મહામારીને પગલે લોકડાઉન અને અન્ય નિયંત્રણોને કારણે વેપાર-ધંધાને વ્યાપક નુકશાન થયું છે. તેમજ અનેક લોકોએ રોજગારી ગુમાવી છે. દરમિયાન કોરોનાની બીજી લહેરમાં મોટી સંખ્યામાં લોકો કોરોના સંક્રમિત થયાં હતા. વેપાર-ધંધાને અસરને આર્થિક મુશ્કેલીનો સામનો કરતા લોકોએ કોરોનાની સારવાર માટે ઉછીના નાણા લીધા હોવાનો ચોંકાવનારો ખુલાસો થયો છે. 30 ટકાથી વધારે લોકોએ કોરોનાની સારવાર માટે મોબાઈલ પ મારફતે તાત્કાલિક લોન લીધો હોવાનું જાણવા મળે છે.
કોરોનાને પગલે હવે નાના-વેપારીઓની મુશ્કેલી વધી છે. બીજી તરફ 3 મહિનામાં વીમામાં 28 ટકા, સાવધી જમામાં 26, આરોગ્ય વીમામાં 25, મ્યુચ્યલ ફંડમાં 22, સ્ટોક માર્કેટમાં 17 ટકા, ક્રિપ્ટોકરંસીમાં 16 ટકા, ઈ-ગોલ્ડમાં 13 ટકા, પીપીએફમાં 10, રિયલ એસ્ટેટમાં 10 ટકા, એનપીએસ/એનએસસીમાં 7 ટકા સહિતના સેકટરમાં રોકાણ વધ્યું હોવાનો એક રિપોર્ટમાં દાવો કરવામાં આવ્યો છે.
બીજી તરફ સારવાર માટે મોબાઈલ એપ મારફતે તાત્કાલિક લોન લેવા ઉપરાંત, પર્સનલ લોન લેવાવાળા 31 ટકા લોકોએ મેડિકલ ઈમરજન્સી માટે ફંડનો ઉપયોગ કર્યો છે. લોકોએ સારવાર માટે સરેરાશ 1.50 લાખથી રૂ. 50 હજાર સુધીની લોન લીધી છે.
બીજી લહેરમાં કેટલાક લોકોએ ક્રેકિટ કાર્ડનો પણ ઉપયોગ કર્યો છે. આરબીઆઈના આંકડા અનુસાર ક્રેકિડ કાર્ડના ખર્ચમાં મહિને 18 ટકા જેટલો ઘટાડો થયો છે. જો કે, નવા કાર્ડમાં 47 ટકાનો ઘટાડો થયો છે. જે આર્થિક મંદી તરફ ઈશારો કરે છે. કોરોનાને કારણે અનેક લોકો આર્થિક મુશ્કેલીનો સામનો કરી રહ્યાં છે. બીજી તરફ પેટ્રોલ અને ડિઝલ સહિતની જીવનજરૂરી વસ્તુઓના ભાવમાં વધારો થયો છે.