- માત્ર 18 કલાકમાં 25 કિલો મીટર લાંબો માર્ગ
- નેશનલ ઓથોરિટીનિં રેકોર્ડ બ્રેક કાર્ય
દિલ્હી – ભારતની ઉપલબ્ધીઓ તો હવે વિશ્વભરમાં વખાણાઈ રહી છે, ભારત વિશ્વસ્તરે અનેક બાબતે પોતાનો રેકોર્ડ બનાવી રહ્યું છે, અનેક ક્ષેત્રમાં ભારત દેશની આગવી ઓળખ બનતી જોવા મળી રહી છે, ભારત બદલાય રહ્યું છે નવા ભારતની શરુઆત થઈ ચૂકી છે. એક લાંબા રસ્તાનું માત્ર થોડા કલાકોમાં નિર્માણ કરીને ભારતે ફરી આ બાબત સાબિત કરી બતાવી છે.
આપણે સાંભળ્યું હશે કે દેશોમાં રાતો રાત આખા રસ્તાો અને પુલ નિર્મામ પામતા હોય છે પરંતુ આવુ ભારમાં પણ શક્ય છે, ભારત પણ રાતોેરાત રસ્તા બનાવવાની બાબતે પાછળ રહ્યું નથી, વાત જાણે એમ છે કે, નેશનલ હાઈવે ઓથોરીટીએ માત્રને માત્ર ખાલી 18 કલાકમાં જ 25.54 કિલોમીટર લાંબો માર્ગ બનાવ્યો છે.
કેન્દ્રીય માર્ગ પરિવહન મંત્રી નીતીન ગડકરીએ ટ્વિટર પર આ અંગેની માહ્તી શેર કરી હતી.આ માર્ગને લીમકા બુક ઓફ રેકોર્ડમાં સ્થાન પણ મળ્યું છે.
મળતી મિહ્તી પ્રામણે નેશનલ હાઈવે ઓથોરીટીએ સોલાપુર-વિજાપુર હાઈવે પર ચાર લેનનું 25.54 કિલોમીટરનું નિર્માણ કાર્ય માત્રને માત્ર 18 કલાકમાં પુરુ કરીને રેકોર્ડ બનાવ્યો હતો.
હાલ આ માર્ગનું 110 કિલોમીટરનું કામ ચાલી રહ્યું છે. ઓકટોબર 2021 સુધીમાં પૂર્ણ કરવાની યોજના છે,આ રેકોર્ડ બ્રેક રોડના નિર્માણ માટે 500 કર્મીઓનો સાથ સહકાર રહ્યો છે. ટ્વિટરમાં આ રોડ નિર્માણના કેપ્શનમાં લખ્યું છે કે, આ નવું ભારત છે
સાહિન-