- ફિલ્મ RRR માં વિલન બનેલા આઇરિશ અભિનેતા રે સ્ટીવનસનનું નિધન
- 58 વર્ષની વયે લીધા અંતિમ શ્વાસ
મુંબઈઃ- સાઉથના જાણીતા ફિલ્મમેકર રાજામૌલીની ફિલ્મ આરઆરઆર ખૂબ જ સુપર હિટ રહી હતી ત્યારે હવે આ ફિલ્મના એક કલાકારને લઈને દુખદ સમાચાર સામે આવી રહ્યા છે, આ ફિલ્મમાં વિલનના રોલમાં જોવા મળેલા આઇરિશ અભિનેતા રે સ્ટીવનસને આ ફઆનિ દુનિયાને અલવિદા કહ્યું છે.તેમણે 58 વર્ષની વયે વિતેલા દિવસને રવિવારે અંતિમ શ્વાસ લીઘા છે.
પ્રાપ્ત વધુ વિગત પ્રમાણે રે સ્ટીવનસને એસએસ રાજામૌલીની બ્લોકબસ્ટર ફિલ્મ ‘RRR’માં વિલનની ભૂમિકા ભજવી હતી અને તેઓ ચર્ચામાં આવ્યા હતા. RRR ફિલ્મમાં, સ્ટીવનસને ગવર્નર સ્કોટ બક્સટનનો નેગેટિવ રોલ નિભાવ્યો હતો જે ભારતીય દર્શકોને ખૂબ પસંદ આવ્યો હતો.તેમના સમગ્ર કાર્યકાળ દરમિયાન આ તેમની પહેલી અને છએલ્લી ભારતીય બોલિવૂડ ફિલ્મ હતી.તેઓ આ ફિલ્મમાં પોતાની અદાથી લોકોના દિલ જીતીને લોકોના દિલમાં વસી ગયા છે.
તેમના નિધનના સમાચારછી એસએસ રાજામૌલીએ દુઃખ વ્યક્ત કર્યું છે. રાજામૌલીએ ‘RRR’ ના સેટ પરથી રે સ્ટીવનસન સાથે પોતાનો એક ફોટો શેર કર્યો છે જે તેમણએ ટ્વિટર પર પોસ્ટ કર્યો છે. આ ફોટો રાજામૌલી અને તેઓ સાથે વાત કરતા જોવા મળી રહ્યા છે.ઉલ્લેખનીય છે કે તેમના નિધનને લઈને સાઉથ ફિલ્મ જગતમાં હતાશઆ જોવા મળી છે.
Shocking… Just can't believe this news. Ray brought in so much energy and vibrancy with him to the sets. It was infectious. Working with him was pure joy.
My prayers are with his family. May his soul rest in peace. pic.twitter.com/HytFxHLyZD
— rajamouli ss (@ssrajamouli) May 23, 2023
રે સ્ટિવનના કરિયર વિશએ જો વાત કરીએ તો તેમણે હિટ ફિલ્મ RRR માં વિલન સ્કૉટ બક્સટનનો રોલ પ્લે કરીને લોકોના દિલ જીત્યા આ સહીત માર્વેલની ફિલ્મ ‘થોર’માં પણ તેમણે સારુ કામ કર્યું હતું. આ સાથે જ હાલમાં ઐતિહાસિક ડ્રામા ફિલ્મ ‘1242: ગેટવે ટૂ ધ વેસ્ટ’માં પણ તેઓને પોતાના અભિનયના દર્શન કરાવ્યા હતાય. ટૂંક સમયમાં તેઓ ડિઝની પ્લસ હોટસ્ટારની સીરિઝ એશોકા માં એન્ચ્રી કરવાના હતા.
રે સ્ટીવનસને રવિવારે અંતિમ શ્વાસ લીધા હતા. અભિનેતાને માર્વેલ થોર ફિલ્મોમાં વોલ્સ્ટાગની ભૂમિકા માટે શ્રેષ્ઠ રીતે યાદ કરવામાં આવશે. રે સ્ટીવનસને પનિશર: વોર ઝોન, કિલ ધ આઇરિશ મેન અને આરઆરઆર જેવી ફિલ્મોમાં તેના મજબૂત અભિનયથી દરેકને પ્રભાવિત કર્યા. જ્યારે તેઓ પોતાની અપકમિંગ ફિલ્મનું શૂટિંગ કરી રહ્યા હતો ત્યારે પણ તેને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો. રે સ્ટીવનસનના મૃત્યુના સમાચારથી દક્ષિણ ઉદ્યોગને મોટો ઝટકો લાગ્યો છે.