WhatsApp માં આવી રહ્યું છે આ અદ્ભુત ફીચર
તમે ઇન્સ્ટન્ટ મેસેજિંગ એપ વોટ્સએપથી સારી રીતે પરિચિત હશો. આ લોકપ્રિય એપ તમને લગભગ દરેક સ્માર્ટફોનમાં જોવા મળશે. તેની લોકપ્રિયતાનું કારણ તેમાં હાજર તમામ ફીચર્સ અને તેની ફ્રી સર્વિસ છે. WhatsApp તેના યુઝર્સના અનુભવને વધુ સારો બનાવવા માટે નવા ફીચર્સ પર કામ કરતું રહે છે અને હવે કંપની તેના iPhone યુઝર્સ માટે કેમેરા શોર્ટકટ બટન ઉમેરવા પર કામ કરી રહી છે.
વોટ્સએપ ડેવલપમેન્ટ ટ્રેકિંગ સાઈટ WaBetaInfoના રિપોર્ટમાં ખુલાસો થયો છે કે આ ફીચર WhatsApp iOS બીટા વર્ઝન 22.19.0.75માં જોવામાં આવ્યું છે.આ કેમેરા શોર્ટકટ નેવિગેશન બારમાં દેખાઈ રહ્યો છે,આ વિકલ્પ એવા યૂઝર્સને દેખાશે જે ભવિષ્યમાં કોમ્યુનિટી ગ્રુપ બનાવી શકે છે.
વોટ્સએપમાં આપવામાં આવેલ કેમેરા શોર્ટકટ યુઝર્સને એપની અંદરથી જ કેમેરાને ઝડપથી એક્સેસ કરવાની મંજૂરી આપશે. હાલમાં વોટ્સએપમાં એક અલગ કેમેરા ટેબ આપવામાં આવ્યું છે પરંતુ બાદમાં તેને કોમ્યુનિટી ટેબથી બદલવામાં આવશે.
રિપોર્ટ અનુસાર, iPhoneમાં દેખાતો આ કેમેરા શોર્ટકટ એન્ડ્રોઈડમાં આપવામાં આવેલા શોર્ટકટ જેવો દેખાય છે. જો કે, આ ફીચર હાલમાં ડેવલપમેન્ટ સ્ટેજમાં છે અને હજુ સુધી યુઝર્સને ઉપલબ્ધ કરાવવામાં આવ્યું નથી. પરંતુ ટૂંક સમયમાં જ આ ફીચરને ભવિષ્યના અપડેટ્સ સાથે રોલઆઉટ કરવામાં આવે તેવી અપેક્ષા છે.