ઈન્ડિયન કમ્પ્યૂટર ઈમરજંન્સી ટીમ (CERT-in) એ એન્ડ્રોઈડ યૂઝર્સ માટે હાય સિક્યોરિટી એલર્ટ જાહેર કર્યું છે. CERT-inએ પોતાના રિપોર્ટમાં કહ્યું છે કે, એન્ડ્રોઈડ 14 અને એનાથી જૂના વર્ઝનના ફોન અને ડિવાઈસમાં મોટો સિક્યોરિટી બગ છે, જેનો ફાયદો ઉઠાવીને હેકર્સ તમારા ફોન પર કંટ્રોલ કરી શકે છે.
CERT-in એ કહ્યું છે કે આ બગનો ફાયદો ઉઠાવીને હેકર્સ તમારા ફોનના સંપૂર્ણ ડેટા જ નહીં, સાથે રિમોટલી કંટ્રોલ પણ કરી શકે છે. CERT-inના રિપોર્ટ અનુસાર બગ એન્ડ્રોઈડના ફ્રેમવર્ક, સિસ્ટમ, ગૂગલ પ્લે સિસ્ટમ અપડેટ, આર્મ કંમ્પોનન્ટ, ઈમેજિનેશન ટક્નોલોજી, મીડિયાટેક કંમ્પોન્ટ, ક્વોલકમ કંમ્પોનન્ટ વગેરેમાં હાજર છે.
આ બગના શું જોખમો છે?
CERT-in ના રિપોર્ટ અનુસાર, આ બગ્સની મદદથી હેકર્સ તમારા ફોનમાં મોલવેર પણ ઈન્સટોલ કરી શકે છે. તેમની પાસે તમારા વ્યક્તિગત ડેટાની એક્સેસ હોઈ શકે છે. હેકર્સ તમારા પાસવર્ડ, કોન્ટેક્ટ, ફોટા, બેન્કિંગ ડેટા અને ફોનમાં પડેલી તમામ જાણકારી લઈ શકે છે. ફોનને સંપૂર્ણ રીતે કંટ્રોલમાં લઈ શકે છે.
તમારી પ્રવૃત્તિ પર નજર રાખી શકે છે.
જો તમારી જોડે પણ એન્ડ્રોઈડ ફોન છે, જેમા એન્ડ્રોઈડ વર્ઝન 11, 12, 12l, 13કે 14 છે. તો ખૂબ સતર્ક રહેવાની જરૂરી છે. આ બગને કારણે ભારતમાં બિઝનસ કરતી તમામ કંપનીઓના ઘણા ફોન પ્રભાવિત છે.
આ બગનો સામનો કરવાનો રસ્તો શું છે?
તમારા ફોનને તાત્કાલિક અપડેટ કરવાનો સચોટ અને સારો રસ્તો છે. જો કોઈ સોફ્ટવેર અપડેટ હોય, તો તેને અવગણશો નહીં, તેને ઈન્સ્ટોલ કરો. આ સિવાય તમારા ફોનમાં કોઈ એપ દેખાઈ રહી છે. જે તમે ડાઉનલોડ કરી નથી, તો તેને તરત જ ડિલીટ કરી દો. કોઈ થર્ડ પાર્ટી સ્ટોર માંથી એપ ડાઉનલોડ કરશો નહીં.