Site icon Revoi.in

આ પ્રાણી માત્ર 4 કલાક જ સુવે છે, 1 મિનિટમાં 50 વખત ખોરાકને ચાવે છે,જાણો બીજી કેટલીક વાતો

Social Share

ભારતમાં, ગાયને માત્ર પ્રાણી માનવામાં આવતું નથી, પરંતુ તેનું ધાર્મિક મહત્વ પણ ઘણું છે ગાયને ગાયમાતા તરીકે ઓળખવામાં આવે છે,તેની પૂજા કરવામાં આવે છે,. કહેવાય છે કે ગાયને ખવડાવવાથી પુણ્ય કર્મોમાં વૃદ્ધિ થાય છે અને મોક્ષના દ્વાર ખુલે છે. ગાયના ધાર્મિક મહત્વ વિશે તો ઘણા જાણે છે. જો કે આજે ગાયના જીવન વિશે કેટલીક ખાસ વાતો જાણીશું જેનાથી કદાચ તમે પણ આજણ હશો

જાણો ગાય વિશે કેટલીક રસપ્રદ વાતો

સામાન્ય રીતે ગાયોને 32 દાંત હોય છે અને તે માત્ર  એક જ મિનિટમાં 50 વખત ખોરાક ચાવી શકે છે.

ગાયનું પેટ 50 ગેલન જેટલો આંશિક રીતે પચાયેલો ખોરાક પેટમાં રાખી શકે છે, અને તેઓ 8 કલાક સુધી દિવસમાં 40 પાઉન્ડ ખોરાક ચાવી શકે છે.

એક ગાય દરરોજ 30 થી 50 ગેલન પાણી પી શકે છે અને આપણને 6-7 ગ્લાસ પાણી પીવું પણ ભારે લાગે છે.

 ગાયો આરામથી બેસીને 10 થી 12 કલાક પસાર કરી શકે છે, પરંતુ રસપ્રદ વાત એ છે કે તેઓ દિવસમાં 4 કલાકથી વધુ ઊંઘતી નથી.

એક મહત્વની વાત એ છે કે ગાય દિવસ દરમિયાન 30 ગેલન જેટલું યુરિન બહાર નિકાળે છે.

તમે નહી જાણતા હોવ કે ગાયો અદ્ભુત તરવૈયા પણ છે. તેઓ વજનમાં ખૂબ જ ભારે હોય છે પરંતુ તેમ છતાં તેઓ સારી રીતે તરી શકે છે અને  તે પાણીમાં ડૂબીતી નથી

ગાય લાલ રંગને ઓળખતી શકતી નથી. ગાયોને માનવીય ધોરણો દ્વારા રંગોની ઓળખ ઓછી અથવા ન બરાર  હોય છે, તેમની પાસે રેટિનામાં રીસેપ્ટર્સ પણ નથી જે લાલને ઓળખી શકે. જ્યારે બળદ લાલ રંગનો પીછો કરે છે, ત્યારે તે  ખરેખર લહેરાતા ધ્વજના આછા પીળા-ભૂરા રંગના ટુકડાનો પીછો કરે છે.