- ભારતમાં ઘણા સુંદર ચર્ચ આવેલા છે
- આ ચર્ચની એક વખત મુલાકાત લેવા જેવી
સામામન્ય રીતે ક્રિસમસ આવે ત્યારે આપણે ચર્ચ જતા હોઈએ છીએ, આ સાથે જ ગોવા દિવ જેવા સ્થળો પર ફરવા જઈએ ત્યારે અવશ્ય પણે ચર્ચની મુલાકાત લઈ છીએ તેનું કારણ એ છે કે આ ચર્ચ પ્રાચીન હોવાની સાથે સાથે સુંદર પમ છે, તો ચાલો જાણીએ બીજા એવાજ કેટલાક ચર્ચ વિશે કે જે ભારતમાં જ આવેલા છે.જો તમે ફરવા જાઓ ત્યારે આ ચર્ચની મુલાકાત લેવાનું ચૂકતા નહી
ક્રાઇસ્ટ ચર્ચ, શિમલા
આ ચર્ચ વિશે એવું કહેવાય છે કે આ ઉત્તર ભારતનું બીજું સૌથી જૂનું ચર્ચ છે. જો કે સુંદરતાની દૃષ્ટિએ આ ભારતનું સૌથી સુંદર ચર્ચ છે. તેનો સીધો પુરાવો નાતાલના અવસર પર જોવા મળે છે. જો તમે ક્યારેય શિમલા જાવ તો એકવાર ક્રાઈસ્ટ ચર્ચની મુલાકાત અવશ્ય લો.
સેન્ટ. એન્ડ્રુઝ બેસિલિકા ચર્ચ આર્થુંકલ
આ ચર્ચને સેન્ટ સેબેસ્ટિયનનું સૌથી મોટું ચર્ચ માનવામાં આવે છે. આ ચર્ચ કેરળમાં આવેલું છે અને સેન્ટ સેબેસ્ટિયન ઇન્ટરનેશનલ આર્થરલ ખાતે શ્રાઈન તરીકે ઓળખાય છે. સેન્ટ. એન્ડ્રુઝ બેસિલિકા ચર્ચ આર્થુંકલ પોર્ટુગીઝો દ્વારા 16મી સદીમાં બનાવવામાં આવ્યું હતું.
વેલંકન્ની ચર્ચ, વેલંકન્ની
આ ચર્ચની સુંદરતા જોવા લાયક છે. આ ચર્ચ વિશે એવું પણ કહેવાય છે કે આ ચર્ચ એટલું સુંદર છે કે તેના પરથી આપણ ીનજર જ હટી શકતી નથી. તે બંગાળની ખાડીના કિનારે આવેલું છે, જે તેની સુંદરતામાં વધારો કરે છે.
સેન્ટ. પોલનું કેથેડ્રલ, કોલકાતા
આ ચર્ચ બ્રિટિશ સરકાર દ્વારા બનાવવામાં આવ્યું છે. આ ચર્ચનો પાયો 1839માં નાખવામાં આવ્યો હતો. તે જ સમયે, તે 1842 એડી માં પૂર્ણ થયું હતું. ચર્ચને ભારતીય શૈલીમાં બનાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે. જ્યારે પણ તમે કોલકાતા જાવ ત્યારે એકવાર તમે સેન્ટ. પોલના કેથેડ્રલની મુલાકાત ચોક્કસ લેજો