સ્વિટઝરલેન્ડની અનુભૂતી કરાવશે ઉત્તરાખંડનું આ સુંદર સ્થળ
નવી દિલ્હીઃ નીતિન ગડકરીએ કહ્યું કે ‘ઔલી’ના માર્ગો બહુ જલ્દી સારા થઈ જશે અને થોડા જ સમયમાં અહિયાં પર્યટકો ફરવાનો આનંદ લઈ શકશે. કેન્દ્રીયમંત્રી નીતિન ગડકરીએ હાલમાં જ નિવેદન આપતા કહ્યું હતું કે, ઉતરાખંડના ઔલી હિલના માર્ગોને ફરી ડેવલપ કરીને સ્વિટઝરલેન્ડ જેવા બનાવવાના છે. ઔલી ઉતરખંડનું બહુ સુંદર હિલ સ્ટેશન છે.
‘ઔલી’ની હરિયાળી, પ્રાકૃતિક સુંદરતા, પર્વતો લોકોને મંત્રમુગ્ધ કરે છે. પર્યટકોને વિશેષ આકર્ષિત કરે છે અને એવામાં તેના માર્ગોને ફરીથી રી ડેવલપ કરીને તેની સુંદરતામાં વધારો કરવામાં કેન્દ્ર સરકાર પ્રતિબદ્ધ છે.
• કયા છે આ ઔલી?
ઔલી ઉતરખંડના ચમોલી જિલ્લામાં આવેલું છે. હિમાલયના પર્વતોની વચ્ચે આવેલું ઔલી પર્યટકો માટે આકર્ષણનું કેન્દ્ર છે. ત્યાંનાં લોકોની પહાડી ભાષા એક અલગ જ વાતાવરણ ઊભું કરે છે. ઔલીની આસપાસ ઘાસના મેદાનો પણ આવેલા છે જેને બુગ્યાલ કહે છે. આમ, હવે તમે ક્યારેય પણ ઉતરખંડ જાઓ તો ઔલીની પ્રાકૃતિક વાતાવરણની મજા માણવાનું ભૂલતા નહીં..