Site icon Revoi.in

કાશ્મીરમાં આવેલી છે આ સુંદર જગ્યા , જ્યાં એક આખું માર્કેટ પાણીમાં જોવા મળે છે તરતું

Social Share

 

શ્રીનગરઃ- આમ તો આપણાને શાકભાજી માર્કેટ જોવાની કંઈ નવાઈ હોતી નથી, હાલતા ચાલતા આપણે રસ્તાઓ પર શાકભાજીનું માર્કેટ જોતા હોઈએ છીએ, પરંતુ જો રસ્તાથી હટકે કોઈ બીજી જગ્યાએ શાકભાજીનું માર્કેટ જોવા મળી જાય તો ચોક્કસ નવાઈ લાગશે, જી હા  આજે આપણે વાત કરીશું પાણીમાં તરતા શાકભાજી માર્કેટની. તો તમારા મનમાં ચોક્કસ સવાલ થશે કે પાણીમાં તરતું શાકભાજી માર્કેટ વળી ક્યા આવ્યું હશે ,તો ચાલો જાણીએ

આ અહલાદક જોવા લાયક અને નવાઈ પમાડતું શાકમાર્કેટ કાશ્મીરમાં આલેવું છે. કાશ્મીર તેની સુંદરતા માટે વિશ્વભરમાં જાણીતું સ્થળ છે. તેની સુંદરતા એવી છે કે આપણી આંખો  ત્યાના દ્ર્શ્યો પરથી હટતી નથી. આવી જ સુંદરતાનું એક ઉદાહરણ છે કાશ્મીરમાં આવેલું ડલ જીલ,આ તળાવમાં ભરાતું શાકભાજી બજાર વિશ્વભરના લોકોના આકર્ષણનું કેન્દ્ર  છે. આ ડલ તળાવની અંદર પાણી પર તરતા શાકભાજીનું બજાર જોવા મળે છે જે એકદમ પ્રખ્યાત છે.

તમને જાણીને આશ્ચર્ય થશે કે લોકો ડલ તળાવની આ શાકભાજીનો ખરીદવા નાવડીમાં બેસીને આવે છે.પાણીની વચ્ચો વચ્ચ હોળીઓમાં શાકભાજી વેચાતું હોવાથઈ તેની ખરીદી કરવા માટે પણ નાવડીનો સહારો લેવો આવશ્યક છે.આ માર્કેટ સમગ્ર દેશભરમાં જાણીતું છે સ્થઆનિક લોકો સહીત અહી આવતા પ્રવાસીઓ પણ ચોક્કસ પણે આ તરતા શાક માર્કેટની મુલાકાત લેતા હોય છે, આ નાવડીમાં મળતા શાકભઆજી તળાવની સુંદરતામાં બે ગણો વધારો કરે છે.

આ માર્કેટ શ્રીનગરનું જથ્થાબંધ માર્કેટ છે જે સવારમાં ખુલે છે, અને 2 થ4 3 કલાક સુધી ચાલુ રહેશે, સવારના સમય હોવાથી અનેક લોકોની ભીડ અહી જોવા મળે છે,અહી તદ્દન ફ્રેશ શાકભાજી મળતા હોવાથી સ્થાનિક લોકો પણ અહીથી શાકભાજીની ખરીદી કરે છે, અને આ તળાવ ખાસ પ્રવાસીઓનું આકર્ષણનું કેન્દ્ર છે.