- શિક્ષક બનવા માટે ટેટ પાસ કરવી જ પડશે
- ટેટ પાસ કર્યા વિના શિક્ષક નહી બનાવી શકાય
- નવી શિક્ષણ નીતિ અંતર્ગત ડીએલએડીનો અભ્યાસક્રમ પણ બદલાશે.
- ધોરણ 3 થી સંસ્કૃત ભણાવાશે
નવી શિક્ષણ નીતિ લાગુ થતા જ શિક્ષક બનવા માટે ટીચર એલિજિબિલિટી ટેસ્ટ એટલે કે ટેટની પરિક્ષા પાસ કરવી અનિવાર્ય બન્યુ છે, કેન્દ્ર સરકાર દ્વારા નવી શિક્ષણ નિતીમાં આ જોગવાઈ કરવામાં આવી છે, સ્કુલમાં શિક્ષક બનવા માટે હવેથી માત્ર ટેટ પાસ કરેલા લોકો જ શિક્ષક બનવા માટે અરજી કરી શકે છે,
હિમાચલ પ્રદેશમાં પણ અત્યાર સુધી જેટીબી અને ટીજીબી બનવા માટે ટેટ પાસ હોવું જરુરી હતી, પરંતુ નવી નિતી લાગુ થયા બાદ સ્કૂલ પ્રવક્તા ન્યૂ માટે પણ આ નિયમ લાગુ કરવામાં આવશે, હિમાચલમાં, જેબીટી અને ટીજીટી હાલમાં સ્ટાફ સિલેક્શન કમિશન હમીરપુર દ્વારા ભરતી કરવામાં આવે છે. શાળાના પ્રવક્તા ન્યુ દ્વારા ભરતી જાહેર સેવા આયોગ દ્વારા કરવામાં આવે છે. ટેટનું આયોજન શાળા શિક્ષણ બોર્ડ દ્વારા કરવામાં આવે છે. નવી નીતિ અમલ થયા બાદ શાળા શિક્ષણ બોર્ડના કાર્યમાં વધારો થશે. ટેટની પરક્ષા આપનારાઓની સંખ્યામાં હવે વધારો થશે. શિક્ષણ વિભાગના અધિકારીઓએ જણાવ્યું હતું કે ટેટને ફરજિયાત બનાવવાથી શિક્ષણમાં ગુણવત્તા આવશે વિદ્યાર્થીઓને સારુ શિક્ષણ મળશે.
શિક્ષક બનતા પહેલા, ઉમેદવારોએ બે પરીક્ષાઓ પાસ કરવી જરુરી છે, નવી શિક્ષણ નીતિ અંતર્ગત ડીએલએડીનો અભ્યાસક્રમ પણ બદલાશે. સરકારે જેબીટી બનવા માટે ડીએલએડની પરીક્ષા પાસ કરવી જરૂરી કરી દીધી છે. સમગ્ર શિક્ષા અભિયાનના પ્રોજેક્ટ ડાયરેક્ટોરેટને ડીએલએડ ના અભ્યાસક્રમમાં ફેરફાર કરવા કહેવામાં આવ્યું છે.
હવેથી તેમના અભ્યાસક્રમમાં પૂર્વ-પ્રાથમિક, આઇટી, સંસ્કૃત અને વ્યાવસાયિક શિક્ષણ સંબંધિત અભ્યાસનો પણ સમાવેશ કરવામાં આવશે. સરકારની દલીલ છે કે ત્રીજા ધોરણથી સંસ્કૃત શરૂ કરવા માટે અને છઠ્ઠા ધોરણથી વ્યવસાયિક અને આઇટી શિક્ષણ શરૂ કરવાથી શિક્ષકોના શિક્ષણમાં પણ પરિવર્તનની જરૂરી છે. શિક્ષણ સચિવ રાજીવ શર્માના આદેશો બાદ સમગ્ર શિક્ષા અભિયાનના નિયામકશ્રીએ અભ્યાસક્રમ બદલવાની કવાયત શરૂ કરી દીધી છે.
સાહીન-