- કાંચકો ખાવાથી પેટની પીડા દૂર થાય છે
- પેટમાં આવતી ચૂંક કાંચકાના સેવનથી મટે છે
- કાંચકાને શેકીને તેનો પાવડર કરીને ખાવામાં આવે છે
આપણા શરીરમાં નાની મોટી કોઈ સમસ્યા થાય છે ત્યારે સૌ પ્રથમ આપણે તેનો ઘરેલું ઈલાજ કરીએ છે, જ્યારે પેટમાં અતિશય અસહ્ય દુખાવો થાય ત્યારે મોટા ભાગના ઘરમાં અજમો ,મેથીનું સેવન કરાવતા હોય છે , ત્યારે આજે પેટના દુખાવાથી લઈને અનેક બીમારીમાં રાહત આપતા એવા ઓષધિની વાત કરીશું , જેનું નામ છે કાંચકો,
આ એક કાંટાળું ફળ હોય છે તેમાંથી જે બી નીકળ તેને કાંચકો કહેવામાં આવ છેપહેલાના સમયમાં ઘણા ઘરોની વાડમાં આ જોવા મળતો જો કે હવે દવાઓના કારણે તેનું કોઈ મહત્વ રહ્યું નથી. જો કે આજે પણ તે એક જાણીતી ઔષધિ તો સાબિત થાય જ છે સ્વાદ તેનો કડવો હોય છે અને તે પથ્થર જેવો નક્કર હોય છે
કાંચકાને અજમો, સંચળ સરખા ભાગે લઈને પા ચમચી રોજ સવારે 8 દિવસ લેવાથી પેટના કૃમિ નિકળી જાય છે.
કાંચકાને ખાસ કરીને શેકીલો એડધો બળી જાય તે રીતે શેકવો પછી તેના ઉપરના છોળા કાઢીલો અને અંદરના બીનો પાવડર બનાવીને મધ સાથે સેવન કરો તેનાથી પેટનો દુખાવો અને ચૂંક આવતી મટે છે
આ ચૂર્ણનું સેવન કરવાથી ભૂખ લાગે, ગેસ મટે, મળ સાફ ઉતરે, પેટનો દુઃખાવો મટે, આંકડી મટે, જીણો તાવ, દાહ મટાડે, ચામડી, ખીલ મટાડે છે.
કાંચકાને શેકીને તેવો પાવડર બવાની લો,તે વજન ઘટાડે છે કારણ કે તે એસ્ટ્રોજનના સ્તરને અંકૂશમાં રાખે છે.
આ સાથે જ જ્યારે બાળકને પેટમાં ખૂબ જ ચૂંક આવતી હોય ત્યારે કાચકાને થોડો બાળઈને તેને પીસી લેવો ત્યાર બાદ તેનું ચટણી ચુર્ણ બાળકને પાણી સાથે પીવડાવવું ,ચૂંક મટે છે, અને બાળક રડતું હોય તો શાંત થાય છે.
આ સાથે જ કાંચકાને શેકીને તેના પાવડરનું સેવન કરવાથી અનેક બીમારી મટે છે જેમાં સોરાયિસસ , કફ, સંધિવા, કબજિયાત, હરસ, અલ્સર વગેરેમાં રાહત મળે છે.
જો તમને કંઈક વાગ્યું હોય તો એરંડીના તેલમાં શેકી તેના કુમળા પાન લગાડવાથી રાહત મળે છે. કાકચિયાને થોડા શેકી તેના બીજનું ચૂર્ણ બનાવી પા ચમચી સવાર સાંજ અનેક રોગમાં ઔષધ તરીકે વપરાય છે.