હવે સાતમ આઠમ જેવા પર્વ નજીક આવી રહ્યો છે મોટા ભાગની સ્ત્રીઓ પરિધાનમાં સાડી પહેરવાનું પસંદ કરે છે ખાસ કરીને નવા વર્ષના દિવસે અવનવી સાડી પહેરીને પોતાના હટકે લૂક આપે છે જો કે સાડી પ્રમાણે તમારે યોગ્ય બ્લાઉઝની પસંદગી કરવી જોઈએ જેથી કરીને તમારો લૂક વધુ આકર્ષક બની શકે, સાડી એ સ્ત્રીનો પારંપારીક પોષાક ગણાય છે, જો કે બદલતા સમયની સાથે સાથે સાડીમાં પણ અવનવી પેટર્ન અવનવી ડિઝાઈન આવી છે, જેમાં મહિલાઓ પોતાને શાનદાર લૂક આપવા માટે સાડી સાથે ખાસ બ્લાઉઝનું પણ ધ્યાન આપે છે.
જો સાડી સાદી પણ હશે પરંતુ બ્લાઉઝ થોડા ફ્રેન્સી હશે તો સાડીનો લૂક હેવી બનવાની સાથે સાથે તમારો લૂક પણ શાનદાર બને છે, આ માટે તમારે સાડી પ્રમાણે બ્લાઉઝની ડિઝાઈન પસંદ કરવાની રહે છે. બ્લાઉઝમાં આજકાલ લોંગ સ્લિવ, પેક નેકની પેર્ટન અને થ્રી ફોર્થ સ્લિવની ફેશન ડિમાન્ડમાં જોવા મળે છે
આ પ્રકારના બ્લાઉઝ તમને આપે છે શાનદાર એક્સ્ટ્રા લૂક
મિરર વર્ક બ્લાઉઝ – મિરર વર્ક બ્રાલેટ બ્લાઉઝ આધુનિક સમયમાં ટ્રેન્ડમાં જોવા મળી રહ્યો છે, અને તમે પણ તેને કેરી કરી શકો છો. તે લગ્ન અને પાર્ટીઓ માટે યોગ્ય છે.જે તમારી સાદી સાડીને ફ્રેન્સી લૂક પ્રદાન કરશએ અને તમારા લૂકને શાનદાર બનાવશે, આમાં તમને હેવી એમ્બ્રોઇડરીવાળા બ્લાઉઝ પણ સરળતાથી મળી જશે, જે તમને ખૂબ સારા લાગી શકે છે.
નેક લાઈન બ્લાઉઝ – ડિઝાઇનર નેકલાઇન બ્લાઉઝ તમે કેરી કરી શકો છે ,ડિઝાઇનર નેકલાઇન બ્લાઉઝ તમને સુંદર દેખાવ આપવાનું કામ કરે છે. તેના પર એમ્બ્રોઇડરી અને અન્ય પ્રકારનું વર્ક કરવામાં આવે છે અને સૌથી મહત્ત્વની વાત એ છે કે તેની સાથે કોઈ ભારે જ્વેલરી પહેરવાની જરુર રહેતી નથી,આ બ્લાઉઝને કેરી કરવાથી તમને સંપૂર્ણ અને સુંદર દેખાવ મળી શકે છે.
વેલવેટ ક્લોથ પર ફૂલ સ્વિલ બ્લાઉઝ – જો તમે કોઈ પ્લેન સારી પહેરીરહ્યા છો તો તેમા કોન્ટ્રાસમાં વેલવેટના કપડાનો બ્લાઉઝ કેરી કરી શકો છો આ સાથે જ બ્લાઉઝની સ્લિવ લોંગ હશે તો તમને વધુ શાનદાર લૂક મળશે, તમારી પ્લેન સાડી ભવ્ય દેખાવ આપશે.
સ્ટેન પટ્ટી વાળો બ્લાઉઝ –જો તમે કોઈ બોર્ડર વાળી સાડી કેરી કરી રહ્યા છઓ તો તમારે સેટન પટ્ટી વાળો બ્લાઉઝ કેરી કરવો જોઈએ જેનાથી તમારો લૂક અલગ દેખાશે, આ પ્રકારની સાડી ખાસ કરીને તમે ઓફીસ કે પ્રોફેશનલ ઓકેશન માટે કેરી કરી શકો છો, સ્ટેનપટ્ટી તમને પ્રોફેશનલ લૂક આપે છે.
વી નેકલાઇન બ્લાઉઝ – વી નેકલાઇન બ્લાઉઝ લગ્ન અને પાર્ટીઓમાં પહેરવા માટે પણ યોગ્ય છે. તમે તમારા શરીરના આકાર અનુસાર તેને પસંદ કરી શકો છો. આ બ્લાઉઝ તમને સ્ટાઇલિશ લાગે છે. તેથી જ મહિલાઓને આવા બ્લાઉઝ ખૂબ જ ગમે છે.આ સાથે હોટ લૂક આપે છે