સવારે આ નાસ્તો આરોગ્ય માટે ફાયદાકારક છે, જાણો શું થાય છે ફાયદા….
લોકો દરરોજ સવારે હેવી નાસ્તો કરો છે પરંતુ તેનાથી આરોગ્યને નુકસાન થઈ શકે છે પરંતુ જો નાસ્તામાં પૌહા આરોગવામાં આવે તો શરીર માટે ખુબ ફાયદાકારક માનવામાં આવે છે. પૌહા પાચન માટે સરળ હોવાની સાથે આરોગ્યને અનેક રીતે ફાયદા થાય છે.
નાસ્તામાં રોજ પોહા ખાવા ખુબજ ફાયદાકારક છે, પોહા ખાવાથી તમારો દિવસ તાજગીભર્યો રહેશે, અને પોહા તમારા પાચનને સરળ બનાવે છે. જો નાસ્તામાં સોયાબિન, ડ્રાયફ્રુટ અને ઇંડા મિશ્રણ કરીને આરોગવામાં આવે તો તમને વિટામિનની સાથે પ્રોટીન પણ મળે છે. પરંતુ દરરોજ એક પ્લેટ પોહા ખાવાવાળા વ્યક્તિના શરીરમાં આયર્નની ઉણપ ઉદ્રભવતી નથી, પોહા ખાવાથી શરીરમાં હિમોગ્લોબિન અને રોગપ્રતિકારક શક્તિમાં પણ વઘારો થાય છે. આયર્નથી શરીરના અંગોને ઓક્સિજન મળે છે. ડાયાબિટીસથી પીડિત દર્દીઓ માટે પોહાનો નાસ્તો ફાયદાકારક હોય છે.
ડાયાબિટીસવાળા દર્દીને ભુખ પણ ઓછી લાગે છે. બીપીનું પ્રમાણ પણ નોર્મલ રહે છે. એક પ્લેટ પોહામાં 244 ગ્રામ કેલેરી હોય છે. ઘણી વખત ઘરોમાં પોહામાં ઘણા પ્રકારના શાકભાજી મિક્સ કરીને તૈયાર કરવામાં આવે છે. પોહામાં શાકભાજીનું સેવન શરીરમાં વિટામિન્સ, મિનરલ્સ અને ફાઈબર પૂરતા પ્રમાણમાં મળે છે. પોહામાં કાર્બોહાઇડ્રેટસ પણ યોગ્ય માત્રામાં જોવા મળે છે.
કાર્બોહાઇડ્રેટ્સ શરીરને ઉર્જા પ્રદાન કરે છે અને તમારા શરીરની રોગપ્રતિકારક શક્તિ વધારે છે. તમે દરરોજ નાસ્તામાં પોહા ખાઈ શકો છો. જો તમારા પેટમાં કોઈ સમસ્યા છે તો પોહાનું સેવન તમારા માટે સારું રહેશે. તે સરળતાથી પચી જાય છે અને તેમા ગ્લુટોનનું પ્રમાણ ઓછું હોય છે. ડૉક્ટરો પણ પેટની બીમારીથી પીડિતા દર્દીઓને પોહા ખાવાની સલાહ આપે છે.