Site icon Revoi.in

 ન્યૂયોર્ક ટાઈમ્સમાં વર્ષ 2023 ના ફરવા માટેના શ્રેષ્ઠ સ્થળોમાં દેશના આ રાજ્યનો સમાવેશ, જાણો આ રાજ્યની ખાસિયતો

Social Share

ન્યૂયોર્ક ટાઈમ્સે તાજેતરમાં 2023માં ફરવા માટેના શ્રેષ્ઠ સ્થળોની યાદી બહાર પાડી છે, જેમાં ભારતના આ એક રાજ્યનો પણ સમાવેશ કરવામાં આવ્યો છે. આ રાજ્ય છે આ રિપોર્ટમાં કેરળની વ્યાખ્યા કરતા લખવામાં આવ્યું છે કે, એક દક્ષિણ ભારતીય રાજ્ય જ્યાં દરિયાકિનારા, બેકવોટર લગૂન, ભોજન અને સાંસ્કૃતિક રિવાજો જેમ કે વૈકાટાષ્ટમી તહેવારની વિશેષતા છે. આ રિપોર્ટમાં કેરળના એક નાનકડા ગામ કુમારકોમનો પણ ઉલ્લેખ કરવામાં આવ્યો છે.

કેરળ ખૂબ સુંદર રાજ્ય છે એ તો તમે તયા ફરવા જાઓ ત્યારે તેનો અનુભવ કરી શકાય છે.બીચની આસપાસ ફરવા અને એકથી એક સ્વાદિષ્ટ વાનગી ખાવા કરતાં અહીં આવવા માટે ઘણું બધું છે, જે કેરળનો અનુભવ તમારા માટે અનન્ય અને સૌથી વિશેષ બનાવશે.

કેરળના મુન્નારમાં ચાના બગીચા છે. અહીં તમે લીલી ચાના પાંદડા ઉગાડતા જોઈ શકો છો અને લોકો ચાના છોડની કેવી રીતે કાળજી લે છે તેનો અનુભવ કરી શકો છો. આ સિવાય ચા બનાવવાની પ્રક્રિયા જોવા માટે અહીં ટાટા ટી મ્યુઝિયમની મુલાકાત લઈ શકાય છે.

તમે એરાવિકુલમ નેશનલ પાર્ક અથવા સે પાર્કમાં પ્રાણીઓ અને વિવિધ પક્ષીઓને જોવા માટે સફારી પર જઈ શકો છો. વ્યસ્ત જીવનથી દૂર અહીં હાઇકિંગ અને ટ્રેકિંગ પણ કરી શકાય છે. આ સહીત કેરળ અને બેકવોટર તળાવો એકબીજાના પર્યાય લાગે છે. સ્થિર પાણીના તળાવોને કારણે, અહીં હાઉસબોટ પર રહી શકાય છે, કેરળમાં વિવિધ સ્થળોએ હાઉસબોટની સુવિધા ઉપલબ્ધ છે.

કેરળમાં આવા ઘણા નાના શહેરો અને ગામો જોવા મળશે જ્યાં તમે કુદરતી સૌંદર્યને તમારામાં ઉતરતા અનુભવશો. વર્કલા પણ કેરળમાં આવી જ એક જગ્યા છે. વર્કલામાં ઘણા કાફે અને ખાણીપીણી છે જ્યાં તમે તમારી મનપસંદ ચા અથવા કોફીની ચૂસકી લેતી વખતે બેસીને સૂર્યાસ્ત જોઈ શકો છો.