- તામિલનાડૂનું કોડાઈકેનાલ ફરવા માટે બેસ્ટ
- હરિયાળી અને એકાંત માટે બેસ્ટ પ્લેસ
હિલ સ્ટેશન પર સૌ કોઈને ફરવું ગમે છે,ખાસ ત્યારે જ્યારે ઉનાળો જઈ રહ્યો હોય ગરમી ઓછી હોય. અને વાતાવરણ અદ્ભૂત હોય ખાસ કરીને જૂનના શરુઆતના દિવસો હિલ સ્ટેશન પર ફરવા જવા માટે બેસ્ટ છે,તામિલનાડૂનું કોડાઈકેનાલ શહેર હિલ સ્ટેશનની રાણ ીતરીકે ઓળખાય છે.
અહી તમને જંગલો ભરમાળ જોવા મળે છે. લીલાછમ જંગલોથી ઘેરાયેલા રસ્તા પર મુસાફરી કરી શ કો છો, ભારતના તમિલનાડુનું એક હિલ સ્ટેશન કોડાઈકનાલ, શહેરવાસીઓ અહી પ્રકૃતિમાં પોતાની જાતને ઓળખવાની એક તક છે,શહેરોથી દૂર અને શાંતિની અનુભુતિ મેળવી શકાય છે
કોડાઇકેનાલ પ્રદેશમાં હવામાન આખા વર્ષ દરમિયાન હળવું અને સુખદ રહે છે,તમે કોઈપણ સમયે કેનોપી હિલ્સ અથવા મોઇર પોઈન્ટની મુલાકાત લેવાનું પસંદ કરી શકાય છે.
બ્રાયંટ પાર્ક
કોડાઇકેનાલ સરોવરની નજીક આવેલા આ બોટનિકલ ગાર્ડનમાં વિવિધ પ્રકારના ફૂલ-છોડ છે. આ પાર્ક પરિવારો માટે એકસાથે આનંદ માણવા માટેનું એક સરસ સ્થળ છે, અને તે ખીણના કેટલાક સુંદર દૃશ્યો પણ ધરાવે છે.
કોકર્સ વોક
અહીં વહેલી સવારે ચાલવું એ એક અલગ જ અનુભવ કરાવે છે મનમોહક અને સાંકડો પહાડી રસ્તો આવેલો છે જે ઢાળવાળી ઢોળાવમાંથી પસાર થાય છે અને ખીણના મનોહર દૃશ્યોના દર્શન કરાવે છે. સવારે અહી ઘુમ્મસ વાળું વાતાવરણ તમારા દિવસને યાદગાર બનાવે છે
પાઈનના જંગલો
પાઈનનાં જંગલો જોવા જેવી જગ્યા છે. દિયોદરના વૃક્ષોની રેખાઓ અને રેખાઓની આકર્ષક હાજરીથી સુશોભિત વન વિભાગ તમારું મન મોહી લેશે. પાઈનનું જંગલ એચડી બ્રાયન્ટના પ્રયત્નોનું પરિણામ છે, તેણે કોડાઈકેનાલમાં પાઈનનું ઝાડ ફેલાવ્યું. ખાસ કરીને સોલાર ઓબ્ઝર્વેટરી પ્લાન્ટથી પિલર રોક સુધી. પરિણામે, પાઈન ફોરેસ્ટ કોડાઈકેનાલનો જન્મ થયો અને કોડાઈકેનાલના મુખ્ય પ્રવાસી આકર્ષણોમાંના એક તરીકે ઊભરી આવ્યું
રિછ શોલા ઘોઘ
સિલ્વર કાસ્કેડ એ આ મોસમી ધોધને નામ આપવામાં આવ્યું છે. રીંછ ઘણા વર્ષો પહેલા પીવાના પાણીની શોધમાં અહીં આવતા હોવાનું કહેવામાં આવી રહ્યું છે, તેથી તેનું નામ આ રાખવામાં આવ્યું છે. તેઓ ચોમાસા પછી પૂરજોશમાં હોય છે અને એક ઉત્તમ અનુભવ કરાવે છે, ખાસ કરીને આ ઘોઘનો અવાજ અને સુંદર વાતાવરણ અને ચારેચરફ લીલોતરી તમારુ મન મોહી લે છે