Site icon Revoi.in

આ ઘડિયાળ અદભૂત કારીગરીનું ઉદાહરણ છે, સૂર્ય પ્રકાશથી ચાલે છે, 200 વર્ષથી ચોક્કસ સમય બતાવે છે

Social Share

બાગપતમાં નવાબો દ્વારા 200 વર્ષ પહેલા બનાવેલી હવેલીમાં એક સોલર ઘડિયાળ છે. જે ચોક્કસ સમય બતાવે છે. હવેલીમાં આ ઘડિયાળને ઉપરના માળે બનાવવામાં આવી છે. જેથી સૂર્યના કિરણો પડે અને તે ચોક્કસ સમય બતાવી શકે. આ ઘડિયાળ જોવા માટે લોકો દુર દુર થી આવે છે. આ હવેલી બાગપથના મુખ્ય બજારમાં આવેલી છે. નવાબ અબ્દુલ હમિદ અને તેના પુત્ર શૌકત અલીનો પરિવાર 5 પેઢીઓથી આ હવેલી માં રહે છે, અને દેખરેખ રાખવા માટે 25 લોકોનું ગૃપ છે. આ હવેલીની ગણતરી પશ્ચિમ ઉત્તર પ્રદેશની સારી હવેલીઓમાં થાય છે.
બાગપતમાં નવાબ શૌકત અલી દિવસમાં 5 વખત નમાઝ અદા કરતા હતા. એના માટે તેમને સમય જોવા માટે જરૂરી હતો. ત્યારે તેમણે રાજસ્થાનથી બોલાવેલા કારીગરો દ્વારા આ હવેલીમાં એક ઘડિયાળ બનાવડાવી હતી. આ ઘડિયાળને સોલર ઘડિયાળ નામ આપ્યું હતું. સૂર્યના કિરણો સાથે સાથે આ ઘડિયાળ ચોક્કસ સમય બતાવે છે. આ હવેલીની ગણતરી પશ્ચિમ ઉત્તર પ્રદેશની પસંદગીની હવેલીઓમાં થાય છે. નવાબની પાંચમી પેઢીમાં નવાબ કોકબ હમીસ આ હવેલીના વારસદાર છે અને તેમનો પૂરો પરિવાર આ હવેલીમાં રહે છે.
હવેલીમાં દખરેખ માટે રાખેલા કર્મચારી ફઈમએ કહ્યું કે મોટા નવાબ સાહેબએ સોલર ઘડિયાળને તેમના રહેન-સહેન માટે બનાવી હતી. આ હવેલી નું નિર્માણ નાના માપની ઈંટોથી કરવામાં આવ્યું હતુ. જ્યારે આ હવેલી બની ત્યારે સિમેન્ટ વપરાતો ન હતો. આજે પણ આ હવેલી જેવી બનાઈ હતી તેવી જ હાજર છે.