Site icon Revoi.in

પુરુષોનું શર્ટ સાથે ટાઈનું આ કલર કોમ્બિનેશન પર્સનાલિટીમાં ચાર ચાંદ લગાડે છે

Social Share

સાહિન મુલતાનીઃ-

આજકાલ દરેક જોબ કરતા પુરુષો પોતાના લૂકને લઈને સજાગ રહે છે, આકર્ષક લૂક આપવના માટે તેઓ અવનવી હેર સ્ટાઈલથી લઈને અવનવા કપડાની પસંદગી કરતા હોય છે,જોબ કરતા પુરુષો મોટે ભાગે ફોર્મલ કપડાની પહેલી પસંદગી કરે છે, ફોર્મલ કપડા હંમેશા પુરુષોને ઓફિસ લૂક આપે છે, જેનાથી પુરુષોનો આત્મવિશ્વાસ પણ વધે છે, કહેવાય છે ને કે આપું ડ્રેસિંગ આપણો આત્મવિશ્વાસ વધારે છે, ત્યારે આજે વાત કરીશું ફોર્મલ કપડામાં પરફેક્ટ લૂક આપતી ટાઈ વિશે.

આમ તો હવે ટાઈ હવે ફક્ત કોર્પોરેટ ફિલ્ડના લોકોની ફેશન કે પ્રોફેશન રહી નથી હવે તો મેરેજ થી લઈને પાર્ટી કે અન્ય ફંકશનમાં લોકો ફોર્મલ કપડા પર ટાઈ કેરી કરતા હોય છે.પાર્ટીમાં તમે ચેક્સથી લઈને પ્રિન્ટેડ શર્ટ પહેરી શકો છો અને તેના પર શર્ટના કલર વિરુદ્ધ રંગની ટાઈ કેરી કરી શકો છો.હવે એવું જરુરી રહ્યું નથી કે તમે શૂટ સાથે જ ટાઈ કેરી કરી શકો છો, ખાસ કરીને બર્થ ડે પાર્ટી કે કોી પ્રસંગમાં ફોર્મલ કપડા પર ટાઈનો ક્રેઝ હવે વધ્યો છે, શૂટ ન પહેર્યું હોય પણ ફઓર્મલ પર ટાઈ માત્ર પહેરીને તમે આકર્ષક દેખાઈ શકો છો.

ટાઈ સામાન્ય રીતે આજકાલ અનેક પુરુષો લગાવતા હોય છે, પરંતુ વર્ક પ્લેસ પર ટોઈ આપણા લૂકને પ્રોફેશનલની સાથે સાથે આકર્ષક પણ બનાવે છે.

પ્લેન શર્ટમાં ચેક્સ વાળી ટાઈ વધારે આકર્ષક દેખાવ આપે છે, જો ખુલ્લા કલરના શર્ટ જેમ કે, પીંક, લાઈટ બ્લૂ . આ પ્રકારના શર્ટ પર તમે મરુન કે ડાર્ક બ્લૂ ટાઈ કેરી કરી યસકો છો જેનાથી તમારું લૂક પરફેક્ટ બનશે.

જો તમે ચેક્સ વાળા શર્ટ અથવા તો લાઈનિંગ વાળા શર્ટ પહેરવાનું વધુ પસંદ કરો છો તો તમારે આવા પ્રકારના શર્ટ પર પ્લેન ટાઈ પર પસંદગી ઉતારવી પડશે, કારણ કે ચેક્સ કતે લાઈલિંગ વાળઆ શર્ટ પર પ્લેન ટાઈ ખૂબ શોભે છે, જે તમારા લૂકને પરફેક્ટ બનાવે છે.

હંમેશા ફોર્મલ કપડા પર ટાઈ કેરી કરતા વખતે એક ધ્યાન ચોક્કસ રાખવું તમે જેવા રંગનો શર્ટ પહેર્યો હોય તેવા રંગની ટાઈ ક્યારેય પહેરવી નહી અર્થાત ટાઈ અને શર્ટ કોન્ટ્રાસમાં જ પહેરવા તો જ તમારો લૂક પરફેક્ટ દેખાઈ શકે છે, નહી તો સેમ કલરમાં કમારી ટાઈ ઢંકાઈ જશે. અને જે તમને એક્સ્ટ્રા લૂક નહી આપી શકે.