આ સામાન્ય દેખાતી સીંગ અનેક સમસ્યાઓમાં આપે છે રાહત ,હાથ -પગને બનાવે છે મજબૂત
- સરગવામાં અનેક પોષક તત્વો સમાયેલા છે
- સાઘાના દૂખાવામાં રાહત આપે છે સરગવાનું પાણી
સામાન્ય રીતે દરેક શાકભાજી આપણા આરોગ્તેયને ફઆયદો કરે છે કારણ કે તેમાં અનેક પોષક તત્માંવો ભરપુર પ્રમામમાં મળી રહી છે,જેમાં સામાન્ય દેખાતી સરગવાની સીંગના ઘણા ફાયદાઓ છે. સરગવાની સીંગમાં વિટામિન સી ભરપુર માત્રામાં સમાયેલું હોય છે. વિટામીન C રોગપ્રતિકારક શક્તિ વધારે છે. તે ખાસ કરીને શરદી-ઊધરસમાં ફાયદાકારક છે. તેમજ શરદીને કારણે નાક-કાન બંદ થઇ ગયા હોય તો, સરગવાની સીંગને પાણીમાં ઉકાળી તે પાણીની વરાળનો શેક લેવો.
આ સાથે જ હાથ પગને મજબૂત બનાવાનું કામ સરગવો કરે છે, આ સામાન્ય દેખાતી સીંગ આરોગ્યને ઘણા ફાયદાઓ પહોંચાડે છે, સરગવામાંથી દૂધ કરતાં પણ વધારે પ્રમાણમાં પ્રોટીન મળે છે.૧૦૦ મિલીલિટર દૂધમાંથી ૪ ગ્રામ પ્રોટીન મળે છે, જ્યારે ૧૦૦ ગ્રામ સરગવાનાં પાનમાંથી ૧૦ ગ્રામ પ્રોટીન મળે છે.
આ સાથે જ તે કેલ્શિયમનો મોટો સ્ત્રોત ગણાય છે.સરગવાની સીંગમાં કેલ્શિયમ અધિક માત્રામા હોય છે તેથી હાડકા મજબૂત થાય છે. આ ઉપરાંત તેમાં આર્યન, મેગ્નેશિયમ અને સીલિયમ હોય છે. જે હાડકાને મજબૂત કરે છે.
કેન્સરની બીનમારીમાં પમ સરગવો કારગાર સાબિત થાય છે,સરગવાની સીંગમાં એન્ટી ઓક્લિડન્ટ કેમ્પફ્રિઓલ, ક્યુરીસેટિન અને રેહામન્ટિન જેવા એન્ટી કેન્સર તત્વો હોય છે. તે સ્કિન, લીવર, ફેંફસા અને ગર્ભાશયના જેવા કેન્સરથી સુરક્ષા કરે છે.