આમ તો આપણે સૌ તે વાત સાંભળતા જ રહેતા હોય છે કે શરીરના દરેક અંગોનું ધ્યાન રાખવું જોઈએ, પણ ક્યારેક કેટલીક અવગણનાઓના કારણે મોટી સમસ્યા સર્જાઈ જતી હોય છે. એવામાં જો વાત કરવામાં આવે આંખોની તો ખાસ કરીને આ જાણકારી મહિલાઓ માટે છે.
મહિલાઓ જ્યારે પોતાની સુંદરતા પર ધ્યાન આપે છે ત્યારે કેટલીક બાબતોનું ધ્યાન રાખવાનું ભૂલી જાય છે. આંખોની સુંદરતા વધારવા માટે મોટાભાગની કોસ્મેટિક વસ્તુઓનો ઉપયોગ કરે છે અને તે આંખોની ડ્રાયનેસ વધારતા હોય છે.
માર્કેટમાં કાજલની ઘણી મોટી બ્રાન્ડ જોવા મળશે, પરંતુ તમારી આંખોને આકર્ષક બનાવવા માટે તમારે માત્ર સારી બ્રાન્ડ અને કુદરતી ઘટકોમાંથી બનેલી પ્રોડક્ટ પસંદ કરવી જોઈએ. કેમ કે કેમિકલથી ભરેલા ઉત્પાદનો તમારી આંખોને માત્ર સૂકવશે જ નહીં, પરંતુ તમારી આંખોને અનેક પ્રકારના નુકસાન પણ કરી શકે છે.
ઘણી કાજલ પેન્સિલ આંખોમાં વાપર્યા પછી ડ્રાયનેસ વધી જાય છે, પરંતુ જો આ કાજલ પેન્સિલોમાં ઓઈલ હોય તો તેનાથી તમારી આંખોને કોઈ નુકસાન થતું નથી. આ માટે, માત્ર કુદરતી ઘટકો સાથે ઉત્પાદનો પસંદ કરવાનો પ્રયાસ કરો. આમ કરવાથી તમારી આંખોને પૂરતું પોષણ મળે છે.
જો વાત કરવામાં આવે ધ્યાન રાખવાનું તો, આંખનો મેકઅપ કરતી વખતે ઓછામાં ઓછા હાથના દબાણનો ઉપયોગ કરવાનો પ્રયાસ કરો જેથી આંખોને કોઈપણ રીતે નુકસાન ન થાય. આંખનો મેકઅપ કરતી વખતે બ્લેન્ડિંગ પર ખાસ ધ્યાન આપો જેથી તમારી આંખનો દેખાવ આકર્ષક લાગે. જો તમારી આંખો સંવેદનશીલ હોય તો કાજલનો ઉપયોગ વોટરલાઈનથી થોડા અંતરે કરો.