Site icon Revoi.in

કોંગ્રેસના આ નેતાએ PM મોદી અને રાષ્ટ્રપતિને પત્ર લખીને મુલાયમ સિંહ યાદવને ભારત રત્ન આપવાની કરી માગ

Social Share

દિલ્હીઃ- થોડા સમય પહેલા સમાજવાદી પાર્ટીના દિગ્ગજ નેતા મુલાયમ સિંહ યાદવનું નિધન થયું હતું ત્યારે હવે તેઓને ભારત રત્ન આપવાની માંગ કરવામાં આવી છે પ્રાપ્ત વિગત પ્રમાણે મહારાષ્ટ્ર કોંગ્રેસના કાર્યકારી અધ્યક્ષ મોહમ્મદ આરિફ નસીમ ખાને આ મામલે રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુને પત્ર પણ લખ્યો છે જેમાં જણાવાયું છે કે સમાજવાદી પાર્ટીના સ્થાપક મુલાયમ સિંહ યાદવને દેશનો સર્વોચ્ચ નાગરિક પુરસ્કાર ભારત રત્ન મરણોત્તર એનાયત કરવો જોઈએ.

પત્રમાં લખવામાં આવ્યું છે કે ‘સમાજવાદી પાર્ટીના દિવંગત નેતાએ વંચિત વર્ગના દર્દને સારી રીતે સમજતા હતા અને તેમના માટે તેઓ એ ઘણી લડત પણ લડી છે. સમાજવાદી પાર્ટીના નેતાના નિધનથી સમગ્ર દેશમાં દુખની લાગણી જોવા મળી રહી છે  જેથી  હું વિનંતી કરું છું કે કરોડો લોકોની ભાવનાઓને માન આપીને તેમને ભારત રત્નથી સન્માનિત કરવામાં આવે’.

સાથે જ કહેવામાં આવ્યું છે કે “નેતાજીનો જન્મ પછાત વર્ગના પરિવારમાં થયો હતો પરંતુ તેઓ તેમના સંઘર્ષ દ્વારા સત્તા પર આવ્યા હતા અને છ દાયકા સુધી રાષ્ટ્રીય રાજકારણનું કેન્દ્ર રહ્યા હતા. તેમણે તેમનું જીવન પછાત વર્ગના ઉત્થાન માટે અને તેમને વધુ સારું જીવન આપવા માટે લડવામાં વિતાવ્યું, ”

કોંગ્રેસના નેતાએ વધુમાં કહ્યું કે કોં જ્યારે રાષ્ટ્ર યાદવના મૃત્યુ પર શોક વ્યક્ત કરે છે, ત્યારે તેમને મરણોત્તર ભારત રત્નથી તેઓનું સન્માન કરવું એ તેમની યાદોને યોગ્ય શ્રદ્ધાંજલિ હશે. “તેમણે આખી જિંદગી સામાજિક ન્યાયની લડાઈ લડી અને રાષ્ટ્ર માટે પોતાનું જીવન સમર્પિત કર્યું.