IPL 2024માં સિક્સર ફટકારવા મામલે એમએસ ધોનીનો રેકોર્ડ આ ક્રિકેટર તોડે તેવી શકયતા
મુંબઈઃ IPLમાં સૌથી વધુ સિક્સર ફટકારવાનો રેકોર્ડ ક્રિસ ગેલના નામે છે. પરંતુ IPLમાં સૌથી વધુ વખત મેચમાં એક સિક્સર મારવાનો રેકોર્ડ મહેન્દ્ર સિંહ ધોનીના નામે છે. ધોનીએ 121 મેચોમાં ઓછામાં ઓછી એક સિક્સર ફટકારી છે. પરંતુ આઈપીએલ 2024માં તેનો રેકોર્ડ તૂટી શકે છે. રોહિત શર્મા આ રેકોર્ડ તોડવાની નજીક છે. આ યાદીમાં રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરના દિગ્ગજ ખેલાડી વિરાટ કોહલીનો પણ સમાવેશ થાય છે.
ધોનીએ 121 મેચોમાં ઓછામાં ઓછી એક છગ્ગા ફટકારી છે. જ્યારે મુંબઈ ઈન્ડિયન્સના અનુભવી ખેલાડી રોહિત શર્માએ 119 મેચોમાં ઓછામાં ઓછી એક છગ્ગા ફટકારી છે. જો તે IPL 2024ની ત્રણ મેચમાં છ સિક્સર ફટકારે તો ધોનીનો રેકોર્ડ તૂટી જશે. આ એવી સ્થિતિમાં થશે જ્યાં ધોની એક પણ સિક્સર ફટકારી ન શકે. આ યાદીમાં વિરાટ કોહલી ત્રીજા નંબર પર છે. કોહલીએ 112 મેચમાં સિક્સર ફટકારી છે. સુરેશ રૈના ચોથા નંબર પર છે. તેણે 102 મેચમાં સિક્સર ફટકારી છે.
IPLમાં સૌથી વધુ સિક્સર ફટકરવાની બાબતમાં રોહિત બીજા સ્થાને છે. તેણે 243 મેચમાં 257 સિક્સર ફટકારી છે. જ્યારે 554 ચોગ્ગા પણ ફટકાર્યા છે. આ યાદીમાં ક્રિસ ગેલ નંબર વન પર છે. ગેલે 357 સિક્સર ફટકારી છે. ગેલ અને રોહિત વચ્ચે ઘણું અંતર છે. ગેલે 405 ચોગ્ગા પણ ફટકાર્યા છે. આ યાદીમાં એબી ડી વિલિયર્સ ત્રીજા નંબર પર છે. તેણે 184 મેચમાં 251 સિક્સર ફટકારી છે. જ્યારે ધોની ચોથા નંબર પર છે. ધોનીએ 250 મેચમાં 239 સિક્સર ફટકારી છે.
IPL 2024 આગામી 22 માર્ચથી શરૂ થઈ રહી છે. તેની પ્રથમ મેચ ચેન્નાઈ સુપર કિંગ્સ અને રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર વચ્ચે રમાશે. સિઝનની પ્રથમ મેચમાં ધોની અને કોહલીની ટીમો ટકરાશે. મુંબઈ ઈન્ડિયન્સની પ્રથમ મેચ ગુજરાત ટાઈટન્સ સામે છે. આ મેચ 24 માર્ચે અમદાવાદમાં રમાશે.