Site icon Revoi.in

ભારતીય ટીમનો આ ક્રિકેટર જીવે છે લક્ઝુરીયસ લાઈફ,આજે છે કરોડોનો માલિક

Social Share

જામનગર :ડાબોડી બેટ્સમેન રવિન્દ્ર જાડેજા ઘોડેસવારીનો ખૂબ શોખીન છે. રિપોર્ટ્સ અનુસાર તેમની પાસે હાલમાં 97 કરોડ રૂપિયાની સંપત્તિ છે. જાડેજા જામનગરમાં રહે છે અને ફાજલ સમયમાં તેઓ તેમના ફાર્મ હાઉસમાં ઘોડેસવારી કરતા જોવા મળે છે.

2008ના અંડર-19 વર્લ્ડ કપે રવિન્દ્ર જાડેજા માટે ઘણો બદલાવ લાવ્યો, જેઓ બેટિંગ અને બોલિંગ બંને સાથે તેમની ચપળ ફિલ્ડિંગ માટે જાણીતા છે. 2008ના વર્લ્ડ કપની જીત પછી રવિન્દ્ર જાડેજાને ઇન્ડિયન પ્રીમિયર લીગ (IPL)માં રાજસ્થાન રોયલ્સ તરફથી રમવાની તક મળી. તેના એક વર્ષ પછી, તે ભારતીય ટીમમાં આવ્યો અને તેણે અત્યાર સુધી પોતાને એક મહત્વપૂર્ણ ખેલાડી તરીકે સ્થાપિત કરી લીધો છે.

જડ્ડુના હુલામણા નામથી જાણીતા રવિન્દ્ર જાડેજાનો જન્મ 6 ડિસેમ્બર 1988ના રોજ જામનગરમાં થયો હતો. તેમનું બાળપણ ઘણી મુશ્કેલીઓમાં પસાર થયું હતું. જાડેજાના પિતા જામનગરમાં સિક્યુરિટી ગાર્ડ તરીકે નોકરી કરતા હતા અને માતા હોસ્પિટલમાં નર્સ હતી. માતા તેને ક્રિકેટર બનાવવા માંગતી હતી જ્યારે પિતા તેને આર્મીમાં મોકલવા માંગતા હતા. જોકે, જાડેજાની માતા તેના પુત્રને ભારતીય ટીમની જર્સીમાં જોઈ શકી ન હતી. અંડર-19 વર્લ્ડ કપના એક વર્ષ પહેલા 2006માં તેની માતાનું અવસાન થયું હતું.