Site icon Revoi.in

આ દાળ પ્રોટીનનો ભંડાર છે, તેને ખાવાથી ઘણી સમસ્યાઓ દૂર થશે

Social Share

શરીરને સ્વસ્થ રાખવા માટે પ્રોટીન ખૂબ જ જરૂરી પોષક તત્વ છે. તે સ્નાયુઓનું નિર્માણ અને સમારકામ કરવામાં મદદ કરS છે અને શરીરની ઉર્જામાં વધારો કરે છે. તેના સેવનથી હાડકાઓ, સ્વચા, નખ અને વાળનું નિર્માણ થાય છે. જો શરીરમાં પ્રોટીનની કમી હોય તો શરીર નબળું પડી જાય છે. જેને કારણે વાળ ખરવા લાગે છે, નખમાં નબળાઈ અને ત્વચામાં શુષ્કતાની સમસ્યા થઈ શકે છે. પ્રોટીનની કમી થી વજન ઘટે છે, અને બાળકોનો વિકાસ બગડે છે. તેથી પ્રોટીનની કમી દૂર કરવા માટે ડોક્ટરો માંસ, માછલી, ચિકન અથવા ઈંડુ ખાવાની સલાહ આપે છે. કેટલીક શાકભાજી અને કઠોળમાં પણ પ્રોટીન જોવા મળે છે. સદગુરુ જગ્ગી વાસુદેવે જણાવ્યું છે, જેને પ્રોટીનનું પાવરહાઉસ કહેવામાં આવે છે. તેને ખાવાથી ઘણા ફાયદા થાય છે.
• ઘોડા ચણાની દાળના ફાયદા
સદ્દગુરુએ જણાવ્યું છે કે ઘોડા ચણાની દાળ શરીરમાં ગરમી પેદા કરે છે. આ દાળનું રોજ સેવન કરવાથી શરીરમાં ગરમી બની રહે છે. આ ચણામાં પ્રોટીનની સાથે ફાઈબર પણ ભરપૂર હોય છે. તેનાથી વજન ઝડપીથી ઘટી શકે છે. તેમાં જોવા મળતા તત્વો ફેટ બર્નરનું કામ કરે છે. ખરાબ કોલોસ્ટ્રોલને ઓછું કરી સારા કોલેસ્ટ્રોલમાં વધારવામાં મદદ કરે છે.
ઘોડાના ચણા વધેલ બ્લડ સુગર લેવલને ઘટાડવમાં મદદ કરે છે. આનાથી શરીરમાં ઈન્સ્યુલિન પ્રતિકારક પણ વધે છે. ઘોડાના ચણાની દાળમાં લિપિડ્સ અને ફાઈબર મળી આવે છે. જે લાહીમાં ખરાબ કોલેસ્ટ્રોલને નિયંત્રણ કરવામાં મદદ કરે છે. આ દાળ હ્રદયની નસોમાં ફસાયેલા ખરાબ કોલેસ્ટ્રોલને ઘટાડીને બ્લોકેજનું જોખમ ઘટાડે છે. ઘોડા ચણાની દાળ ખાવાથી ત્વચા સબંધી સમસ્યાઓ દૂર થાય છે. યૂટીઆઈ, લીવર ઈનફેક્શન, કિડનીની પથરી જેવી સ્વાસ્થ્ય સમસ્યાઓનું જોખમ ઘટાડી શકાય છે.