Site icon Revoi.in

કાકડી,લીંબુ અને ફૂદીનાનું આ ડ્રિંક ઉનાળામાં હેલ્થને કરે છે ખૂબ જ ફાયદો

Social Share

ઉનાળાની સિઝનમાં આપણે ખાસ ખાણી પીણીનું ધ્યાન રાખવાનું હોય છે, એવો ખોરાક લેવો જોઈએ જેથી દિવસ દરમિયાન એનર્જી બની રહે અને બોડી ડિહાઈડ્રેડ થતા બચે,આવી સ્થિતિમાં કાકડીના રસનું સેવન ઉત્તણ ગણવામાં આવે છે, જો કે આ રસ સાથે કેટલીક વસ્તુઓ મિક્સ કરીને પીવાથી તે એક એનર્જી ડ્રિન્ક બને છે, તો ચાલો જોઈએ કાકડીના રસ શા માટે પીવો જોઈએ અને તેમાં કઈ વસ્તુઓ નાખીને પીવાથી વઘુ ફાયદાઓ છાય છે.

કાકડીમાં વિટામિન, સિલિકા, હરિતદ્રવ્ય અને પાણી આપણા શરીરને ઠંડુ રાખવામાં ખૂબ મદદ કરે છે. વિટામિન એ એક તત્વ છે જે આપણા શરીર માટે એક આવશ્યક તત્વ છે. કાકડીમાં ઘણા વિટામિન મળી આવે છે.

જો કાકડીના રસમાં ફૂદીનાનો રસ એડ કરીને પીવામાં આવે તો શરીરમાં ઠંડક મળે છે, સાથે જ એસિટિડીમાંથી રાહત મળે છેઅને પેટની બળતરા દૂર થાય છે.

કાકડીમાં હાજર પાણી આપણા શરીરના ઝેરી તત્વોને ઘટાડે છે. આને લીધે શરીરને પાણીની કમીનો અનુભવ થતો નથી અને તેની ગ્લો આપણા ચહેરા પર પણ દેખાય છે. તેના સ્વાદનો સ્વાદ અન્ય સ્વાદમાં ભેળવીને આપણે પણ આ લાભ મેળવી શકીએ છીએ.કાકડીના રસમાં થોડો લીબંુનો રસ નાખઈને પીવાથી તે વધુ ગુણકારી બને છે

વાળ માટે પણ કાકડીનો રસ ઉત્તમ છે,આ રસમાં મોટા પ્રમાણમાં પાણી હોવાને કારણે આપણો ચહેરો ચમકે છે. કાકડી આપણા વાળને સફેદ થતા અટકાવે છે. અને કાકડી માં સલ્ફર હોવાથી વાળ એકદમ ચમકી ઉઠે છે.

આ સાથે જ કાકડી વિટામિન્સ અને ખનિજોથી સમૃદ્ધ છે, જેમાંથી કેલ્શિયમ, , ફોસ્ફરસ, પોટેશિયમ, સોડિયમ અને ક્લોરિન તરીકે ઓળખવામાં આવે છે. આ વનસ્પતિનો રસ આલ્કલાઇન અસર ધરાવે છે, જેના કારણે રક્તવાહિની, પાચન અને અન્ય શરીરની સિસ્ટમો પર હકારાત્મક અસર થાય છે.જો તમે ઈચ્છો તો આ રસમાં બીટનો રસ પણ મિક્સ કરી શકો છો, જેનાથઈ પણ ઘણો ફાયદો થાય છે