Site icon Revoi.in

કાજુ-પિસ્તા બદામથી પણ આ ડ્રાયફ્રૂટ વધારે ફાયદાકારક

Social Share

અખરોટને બધા જ ડ્રાય ફ્રૂટ્સમાં સૌથી વધારે શક્તિશાળી માનવામાં આવે છે. ઘણા અભ્યાસમાં જાણવા મળ્યુ છે કે નિયમિત રીતે અખરોટનું સેવન કરવાથી હાર્ટ-એટેકનો ખતરો ઓછો થાય છે. હાર્ટની બીમારીના રિસ્ક પણ ઓછા રહે છે.

શરીરને હેલ્દી અને ફિટ રાખવુ છે તો ડાયટમાં ડ્રાય ફ્રૂટને ઉમેરો. હેલ્થ પર તેની જબરજસ્ત અસર જોવા મળે છે. જો કે દરેક ડ્રાય ફ્રૂટ્સના પોતાના અલગ ફાયદા છે પણ અખરોટને તેમાંથા સૌથી શક્તિશાળી અને હેલ્દી માનવામાં આવે છે.

સ્ટડી મુજબ, અખરોટમાં પોલીસેચ્યુરેટેડ ફેટ અને ઓમેગા 3 ફએટી એસીડના સાથે ઘણા પ્રકારના એન્ટીઓક્સીડેન્ટ્સ જોવા મળે છે. જ્યારે મોટા ભાગના ડ્રાયફ્રૂટ્સમાં સેચ્યુરેટેડ ફેટ જોવા મળે છે. એટલે અખરોટને સૌથી હેલ્ધી માનવામાં આવે છે. અખરોટ ખાવાથી ઘણા પ્રકારના ફાયદા થાય છે.

રિસર્ચ અનુસાર, અખરોટ ખાવાથી કોલેસ્ટ્રોલ ઓછુ થાય છે. દરરોજ આને ખાવાથી હાર્ટની બીમારીઓનો રિસ્ક નહિવત રહે છે.

ઘણા અભ્યાસોના ટ્રાયલ્સમાં એવો પણ દાવો કરવામાં આવ્યો છે કે અખરોટને મર્યાદિત માત્રામાં તમારી ડાઈટનો ભાગ બનાવવામાં આવે તો તે બ્લડ પ્રેશર અને કોલેસ્ટ્રોલના સ્તરને ઘટાડવામાં મદદ કરે છે. તે હાર્ટની બીમારીઓ માટે રામબાણ છે.

અખરોટનું નિયમિત સેવન LDL કોલેસ્ટ્રોલને 5.5 મિલિગ્રામ પ્રતિ ડેસિલિટર, ટિગ્લિસરાઈડ્સ 5.7 મિલિગ્રામ પ્રતિ ડેસિલિટર અને એપોપ્રોટીન બી 4 મિલિગ્રામ પ્રતિ ડેસિલિટર ઘટાડે છે.

સ્ટડી ડેટા અનુસર, 1000થી વધારે લોકો પર રિસર્ચ કર્યા પછી એવું જાણવા મળ્યુ છે કે અખરોટ કુલ કોલેસ્ટ્રોલને 7 મિલિગ્રામ પ્રતિ ડેસિલિટરથી ઓછું ઘટાડે છે.