ગરમીમાં પણ ગર્લ્સને કુલ લૂક આપે છે કોટનના ક્લોથવેર, ટ્રેન્ડિગમાં છે આ પ્રકારની કુર્તી અને ટોપની ફેશન
- ગરમીમાં રાહત આપે છે કોટચનની કુર્તી
- એવનવી ડિઝાઈનવાળી કુર્તીઓ યુવતીઓની બની પસંદ
ગરમીમાં કોટન સૌથી બેસ્ટ ઓપ્શન છે અને એટલે જ યુવતીો કોટનના કપડા તરફ વધુ આકર્ષાય છે .ઉનાળામાં મોટા ભાગની યુવકતીો કોટનના ટોપ અને કુર્તી પહેરવાનું પસંદ કરે છે ,આજકાલ માર્કેટમાં અવનવી ડિઝાઈન વાળી કુર્તીઓ મળી રહી છે જે ગરમીથી રાહત તો આપે જ છે સાથે સાથએ તમારી ફએશનને બરકરાર પણ રાખે છે.
કુર્તીઓ ગરમીમાં અનુકૂળ અને આરામદાયક રહેશે તેના વિશે વિચાર કરતા કોટન ડ્રેસીસને વધારે પ્રેફરન્સ આપવામાં આવે છે. લોંગ કુર્તીઓ કોલેેજિયન યુવતીઓ, ઓફિસ જતી મહિલાઓ વધારે પસંદ કરી રહી છે. તેમાં હવે અનેક કલર પ્રિન્ટ પણ જોવા મળે છે.
કોટનના કાપડની ઘુંટણ સુધીની નાની શોર્ટ કુર્તી પહેરવામાં અનુકુળ રહે છે તકો સાથે સાથે ગરમીમાં પણ રાહત મળે છે, આ સાથે જ કોટનની શોર્ટ કુર્તી પર કોટનનો લોંગ સ્કટ ખૂબ શુટ થાય છે, આ સાથે જ કોટનના સ્કર્ટથી ગરમીનો અનુભવ પણ નથી થતો.
કોટન લોંગ ડ્રેસીસમાં ફ્રંટ ઓપન ડ્રેસ તમને સ્ટાઇલિશ લુક આપે છે. તેને કોટન પેન્ટ કે પ્લાઝોની સાથે પહેરી શકો છો. આ પ્રકારના ડ્રેસીસમાં આગળના ભાગમાં ઝીપ અથવા તો ડ્રેસીસમાં બટન્સ પણ લગાવેલા હોય છે, જેના કારણે ફીટીંગ પરફેક્ટ આવે છે.
એ લાઇન – કોટન લોંગ ડ્રેસીસમાં એ-લાઇન ડ્રેસીસ પણ સ્માર્ટ લુક આપે છે. આ ડ્રેસીસમાં તમારો બોડી શેપ પણ પરફેક્ટ દેખાય છે. જે મહિલાઓનો લોઅર બોડી પાર્ટ વધારે હોય તેમના માટે લોન્ગ એ લાઇન ડ્રેસીસ બેસ્ટ રહે છે
લૂઝ, લોન્ગ કોટન મેક્સી ડ્રેસ દેખાવમાં ખૂબ સુંદર લાગે છે. તે કમર સુધી ફીટીંગવાળા હોય છે અને નીચેથી તદ્દન લૂઝ હોય છે. આ પહેરવેશ ફ્રોક ડ્રેસ ટાઇપ લુક આપે છે.